Telangana: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પાસુમ્યાલમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કંપનીએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને પુષ્ટિ આપી છે કે આ દુ:ખદ અકસ્માતમાં 40 કામદારોના મોત થયા છે અને 33 અન્ય ઘાયલ થયા છે. કંપનીએ મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.
વળતરની જાહેરાત: મેનેજમેન્ટ વતી બોલતા, કંપની સેક્રેટરી વિવેક કુમારે આ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને દરેક મૃતક કર્મચારીના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. તેમણે ખાતરી પણ આપી કે ઘાયલોને સંપૂર્ણ તબીબી સહાય અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
રિએક્ટર વિસ્ફોટને નકારી કાઢ્યો: વિસ્ફોટનું કારણ તપાસ હેઠળ છે. પ્રારંભિક અટકળો રિએક્ટમાં વિસ્ફોટની શક્યતા વધારી રહી હતી. કંપનીએ આ વાતનો ઇનકાર કર્યો. કંપની સેક્રેટરીએ કહ્યું કે આ અકસ્માત રિએક્ટર વિસ્ફોટથી થયો નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી વિગતવાર તપાસ ન થાય ત્યાં સુધી પ્લાન્ટમાં કામગીરી ત્રણ મહિના સુધી સ્થગિત રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આગળ કોઈ નિષ્કર્ષ કાઢતા પહેલા અમે સરકારના તપાસ અહેવાલની રાહ જોઈશું.” આ દુર્ઘટનાથી પ્રદેશના ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અંગે આક્રોશ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર તપાસ સાથે પગલાં લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા લોકોએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ રાહત ભંડોળ દ્વારા મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની નાણાકીય સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.
સિગાચી કંપની માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ નામની દવા બનાવે છે. આ કંપની ગુજરાતની છે. તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ તેના એકમો છે. આ કંપની તેલંગાણાના પસુમ્યાલમ ઔદ્યોગિક એસ્ટેટમાં લગભગ ચાર એકરમાં ફેલાયેલી છે. આ ઉદ્યોગમાં ચાર બ્લોક છે. ઉત્પાદન વિભાગ સુરક્ષા બ્લોક પાછળ છે. દવા અહીં બનાવવામાં આવે છે. ગુણવત્તા નિયંત્રણ અને વહીવટ વિભાગ ઉપરના માળે છે. અકસ્માત સમયે પ્લાન્ટમાં કુલ 147 કામદારો કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચો
- Surat જેવા વિકસિત શહેરમાંલોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, અરવિંદ કેજરીવાલે Gujarat સરકાર પર કર્યા આકરા પ્રહારો
- Ahmedabad: શહેરવાસીઓ પક્ષીઓની દુનિયાનો નિહાળી શકશે, 5 જુલાઈથી જનતા માટે ખુલ્લું મુકાશે
- Ahmedabadના નિકોલમાં ટ્રક નીચે આવીને યુવકે ટૂંકાવ્યું જીવન, ઘટના હોટલમાં લાગેલા સીસીટીવીમાં થઈ ગઈ કેદ
- Ahmedabad: ભાજપ અને કોંગ્રેસના સંબંધો વિશે અરવિંદ કેજરીવાલે એવું શું કહ્યું જેનાથી લોકો હસવા લાગ્યા?
- Gujaratમાં બે જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર