Gujarat: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં પણ મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે, જ્યારે નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહૂ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.ગુજરાતના અનેક જિલ્લામાં બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં અતિભારેની આગાહી છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારેની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય હવામાન વિભાગની આગાહી બાદ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.