GTU AIU Work Shop: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) અને ઇન્ડિયન યુનિવર્સિટીઝ એસોસિયેશન (AIU)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “વિશ્વવિદ્યાલયના કુલસચિવો માટે વ્યૂહાત્મક નેતૃત્વ અને નવીનતા” વિષયક રાષ્ટ્રીય કાર્યશાળાની સફળતા સાથે સમાપ્તિ થઇ હતી. દેશના 16 રાજ્યોમાંથી આવેલા 49 કુલસચિવોએ શાસન તથા સંસ્થાકીય નવીનતાને આધુનિક દૃષ્ટિકોણથી પરિભાષિત કર્યું હતું.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ ક. ગજ્જરે આ કાર્યશાળાનુ ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે કે “આવનાર યુગ માટે વ્યૂહાત્મક નેતૃત્વ હવે વિકલ્પ નહીં પણ આવશ્યકતા છે.કુલસચિવો હવે માત્ર નિયમોનું પાલન કરનાર નહીં, પરંતુ સંસ્થાના આત્મા છે,પ્રેરણાદાયક પરિવર્તનના સહયાત્રી છે.” કુલપતિએ સંસ્થાકીય ડિજિટલ પરિવર્તન, પારદર્શિતા અને વિદ્યાર્થી- કેન્દ્રિત વહીવટી વ્યવસ્થાની ખાસ જરૂરિયાતને ઉજાગર કરી.

મુખ્ય અતિથિપદેથી ડૉ. સુનીલ શુક્લ EDIના મહાનિર્દેશક ડો.સુનિલ શુકલએ પૉલિસી અને અમલ વચ્ચેના અંતરને દુર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.કુલસચિવ એ પૉલિસી ના અનુવાદક છે અને તેમની કાર્યવાહીથી જ પૉલિસી જીવી શકે,” તેમ તેઓએ જણાવ્યું હતું. તેમણે વિકસિત ભારત @2047 માટે ઉદ્યોગ સાહસિકતા, સ્થાનિક AI, અને કુનેહયુક્ત વહીવટની રીતોની જરૂરિયાત પર વાત કરી. આ વોર્ક્શોપમાં ડૉ. અભય કુમાર ઠાકુર (IRS) દ્વારા સાર્વજનિક નાણાકીય વહીવટ અને NEP 2020 સંદર્ભે પદ્ધતિશીલ વહીવટ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ડૉ. મોનિકા ગર્ગ (IAS) અને શ્રેયા ચટોપાધ્યાય દ્વારા ChatGPT જેવી AI સાધનોનો વહીવટમાં ઉપયોગ – RTI, નોટીસ, પૉલિસી ડ્રાફ્ટિંગ અને ડિજિટલ ડેશબોર્ડ અને તેનો પ્રમાણિક, વ્યાપક, નૈતિક અને વ્યૂહાત્મક સમજણપૂર્વકના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો. શ્રીનિવાસ ચંદ્ર પુષ્ટી (ILI, નવી દિલ્હી) દ્વારા કાયદાસભર યોગ્ય વહીવટ , SOPs, વિવાદ નિવારણ તથા રજીસ્ટ્રાર તરીકેની ઔપચારિક અને નૈતિક જવાબદારી અંગે માર્ગદર્શન કર્યું હતું. ડૉ. અમિત પ્રકાશ (IIT ગાંધીનગર) દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અંગે સ્વતંત્રતા, Netflix જેવાં પ્રોજેક્ટ આધારિત પ્રયોગશાળાઓ અને અનુકૂલકક્ષમ માઇનર્સ સિસ્ટમ પર અભિપ્રાય આપ્યો હતો.

જાણીતા આર.ટી.આઈ. તજજ્ઞ ડૉ. એ.કે. ગણત્રા દ્વારા RTI અધિનિયમના વૈધાનિક તેમજ માનવ અધિકાર સ્વરૂપની વિગતવાર સમજૂતી તેમજ RTI નો યોગ્ય અને વ્યાવસાયિક ઉપયોગ કરવાના અસરકારક ઉપાયો રજૂ કર્યા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે રસપ્રદ રીતે જણાવ્યું કે: “કુલસચિવશ્રીઓ હવે કાનૂની અને નિયમનકારી અધિકારીઓ નહીં, પરંતુ સંસ્થાના દ્રષ્ટીસંપન્ન વિકાસયાત્રાના નાયક છે. આ વર્કશોપ એ નેતૃત્વ ઘડવાનો અભ્યાસ છે.કમ્પ્લાયન્સથી લઈને ક્રિએટિવિટી સુધીની યાત્રા છે.”

GTU Ventures ની વિઝીટ દરમિયાન મહેમાનોએ SSIP, AIC-GISC, અને GTU Innovation Council જેવી નવીનતા પ્રેરિત કાર્યપદ્ધતિઓ વિષે માહિતગાર કરાયા હતા. GTUએ 400થી વધુ સંસ્થાઓમાંથી 750 કરતાં વધુ સ્ટાર્ટઅપ્સને ટેકો આપીને રાજ્યો માટે રોલ મોડલ ઊભું કર્યું છે જે બધા માટે એક પ્રેરણાદાયી યાત્રા રહી. આ ઉપરાંત GIFT City ખાતેની મુલાકાત દ્વારા ભારતીય સ્માર્ટ સિટીના ભવિષ્યનાં માળખા જેવાકે —ટનલ આધારિત યુટિલિટી, ઑટોમેટેડ કચરો વ્યવસ્થાપન, District Cooling System, અને ઈન્ડસ્ટ્રી સાથે સંકલિત અભ્યાસક્રમની દિશામાં ઝાંખી મળી હતી.
કુલપતિ ડૉ.ગજ્જરે પોતાના પૂર્ણાહુતિ પ્રવચનમાં સંવેદનશીલ નેતૃત્વ, ડિજિટલ પારદર્શિતા અને “વિદ્યાર્થી પહેલો” પદ્ધતિના સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો. “નિયમ ગૂંચવાય ત્યારે પણ નિર્ણય એ વિદ્યાર્થીના હિતમાં લો—તમે કદી ખોટા નહીં પડો,” તેમ જણાવ્યું હતું..
એઆઈયુના સંયુક્ત સચિવ શ્રીમતી રંજના પરિહારે આ વર્કશોપના મુખ્ય 10 મુદ્દાઓનો સારાંશ આપી, નોન-એકેડેમિક નેતૃત્વના વિઝન માટે આવાં વધુ પ્લેટફોર્મ જરૂરી હોવાનું જણાવ્યું હતું.વિદ્યાર્થીઓ અને સમાજ માટે અસરકારક પરિણામો લાવવા માટે ડિજિટલ અને પારદર્શક વહીવટ,નાણાંકીય શિસ્ત અને સ્વાવલંબન,AI આધારિત ઝડપી સેવાઓ અને પૉલિસી અમલ,RTI અને કાનૂની જાગૃતિનો વ્યાવસાયિક અભિગમ કુલસચિવ તરીકે એક રાષ્ટ્રનાયક નેતૃત્વ માટે નવી પેઢીની આ પહેલે કુલસચિવને સંસ્થાગત પરિવર્તનના માર્ગદર્શક તરીકે સ્થાપિત કર્યા છે અને એક એવા યુગની શરૂઆત કરી છે જ્યાં સંસ્થાઓ નમ્રતા, નવીનતા અને નૈતિકતા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે.