Weather Update: હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
મળતી માહિતી અનુસાર 24 કલાકમાં કચ્છના માંડવીમાં અઢીં ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં વલસાડના પારડીમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.
પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.