અદાણી ગ્રુપના ચેરમેન Gautam Adaniએ આજે ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં રોકાણકારોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન, તેમણે તેમના સંબોધનમાં જૂથ સામે આવેલા પડકારો અને તેમને પાર કરીને મેળવેલી સફળતાઓનો ઉલ્લેખ કર્યો. ગૌતમ અદાણીએ જણાવ્યું કે, “અમે એક એવા જૂથનું પ્રમાણ છીએ જે અવરોધો છતાં મોટાં સપનાં જોવાની હિંમત રાખે છે. અમે એવા દેશમાં છીએ, જ્યાં આવનાર દરેક દિવસ સંભાવનાઓથી ભરેલો છે.”
“તોફાનો છતાં પાછા હટ્યા નહીં”
Gautam Adaniએ ભારપૂર્વક જણાવ્યું કે અદાણી જૂથ અનેક તોફાનો અને સતત તપાસનો સામનો કરવા છતાં ક્યારેય પાછળ હટ્યું નથી. તેમણે કહ્યું, “અમે સાબિત કર્યું છે કે સાચું નેતૃત્વ માત્ર સારી પરિસ્થિતિમાં નથી બનતું, પરંતુ તે સંકટની આગમાં તપીને બને છે.”
રોકાણકારોનો આભાર માનતા તેમણે શાયરાના અંદાજમાં કહ્યું, “ઘણા વળાંકો આવ્યા, ઘણા તોફાનો પસાર થયા, પણ કાફલો અટક્યો નહીં, કારણ કે તમે સાથે હતા.” ગૌતમ અદાણીએ રોકાણકારોને વચન આપ્યું કે અદાણી જૂથનો વારસો તેના દ્વારા બનાવાયેલા ટાવરોની ઊંચાઈથી નહીં, પરંતુ લોકોના વિશ્વાસની ઊંચાઈથી માપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ જ જૂથની સચ્ચાઈ છે અને આ જ તેમનું વચન પણ છે.
જૂથની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ
ગ્રીન એનર્જી: અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ ભારતના હરિત ઉર્જાના લક્ષ્યોને અનુરૂપ વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રોલાઈઝર અને સોલર મોડ્યુલનું ઉત્પાદન કરી રહી છે. આગામી નાણાકીય વર્ષ સુધીમાં 10 ગીગાવોટની સંકલિત સોલર મોડ્યુલ ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.
એનર્જી સોલ્યુશન્સ: અદાણી એનર્જી સોલ્યુશન્સે સ્માર્ટ મીટરિંગ અને હાઈ-વોલ્ટેજ લિંક્સનું સંચાલન કરીને ભારતના ગ્રીડને ભવિષ્ય માટે તૈયાર કર્યું છે. કંપનીએ ટ્રાન્સમિશન ક્ષેત્રે લગભગ ₹44,000 કરોડના ઓર્ડર મેળવ્યા છે અને ₹13,600 કરોડના સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો..
- Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સજ્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં
- લીંબડીમાં કોંગ્રેસ-ભાજપના વર્ષો જુના નેતાઓએ AAPનું ઝાડું પકડ્યું: Raju Karpada
- Anand: પૂર્વ કાઉન્સિલરની હત્યાથી શહેરમાં ખળભળાટ, કારણ અકબંધ
- ગાંધીનગરમાં ઝડપી ગતિએ આવતી BMW કારે બ્યુટિશિયનને કચડી નાખ્યો, ડ્રાઈવરની અટકાયત
- ભાજપના શાસનમાં દુકાન બચાવવા માટે મહિલાએ આત્મહત્યા કરી: AAP