વિટામિન D હાડકાંને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. 

તેની ઉણપથી થાક, નબળાઈ, સ્નાયુઓ અને હાડકાંમાં દુખાવો થાય છે. 

વધુ વાળ ખરવા પાછળ પણ વિટામિન D ની કમિ જવાબદાર હોઈ શકે છે. 

સૂર્યપ્રકાશ ન લેવું અને ખોરાકમાં યોગ્ય પોષણ ન હોવું મુખ્ય કારણ છે. 

દૂધ, દહીં, નારંગીનો રસ અને ફર્ટિફાઈડ અનાજ વિટામિન D ના સારા સ્ત્રોત છે. 

માછલી જેવી કે સૅલમન અને ટ્યુના પણ વિટામિન D પૂરો પાડે છે. 

સ્વસ્થ જીવનશૈલી માટે નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં રહો અને યોગ્ય આહાર લો.