ઉત્તર ગોવા જિલ્લાના એક ગેસ્ટ હાઉસમાં ત્રણ સગીર છોકરીઓ પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જ્યાં બે લોકોએ છોકરીઓ પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં પોલીસે ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ ૧૧, ૧૩ અને ૧૫ વર્ષની છે. આમાંથી બે છોકરીઓ બહેનો છે. બધી એક જ બિલ્ડિંગમાં રહે છે. ૭ અને ૮ જૂનના રોજ કાલંગુટ વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં બે લોકોએ છોકરીઓ પર દુષ્કર્મ આચર્યુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાંચેય છોકરીઓએ એકસાથે ગેસ્ટ હાઉસમાં ચેક ઇન કર્યું હતું.
૮ જૂનના રોજ, છોકરીઓના માતા-પિતાએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓના માતા-પિતાએ ૮ જૂનના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં, તેઓએ એક દિવસ પહેલા છોકરીઓના ગુમ થવાની માહિતી આપી હતી, ત્યારબાદ ઘણી પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તે જ દિવસે ગેસ્ટ હાઉસમાંથી ત્રણ છોકરીઓને શોધી કાઢી હતી, જ્યારે અલ્તાફ મુજાવર (૧૯) અને ઓમ નાઈક (૨૧)ની ધરપકડ કરી હતી.
ગેસ્ટ હાઉસના માલિક અને મેનેજરની બુધવારે રાત્રે ધરપકડ
પોલીસ અધિક્ષક (ઉત્તર) રાહુલ ગુપ્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે, આ કેસમાં બુધવારે રાત્રે ગેસ્ટ હાઉસના માલિક રજત ચૌહાણ (31) અને મેનેજર મન્સૂર પીર (35) ની ધરપકડ કરવામાં આવી હતી. એસપીએ જણાવ્યું હતું કે બંનેની માતા-પિતાની સંમતિ અને ચકાસણી વિના સગીર છોકરીઓને ગેસ્ટ હાઉસમાં રાખવા, કાયદાનું ઉલ્લંઘન કરવા અને ગુનાને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો
- US Navy F-35 ફાઇટર પ્લેન ક્રેશ, કેલિફોર્નિયામાં અકસ્માત, અત્યાર સુધી શું જાણવા મળ્યું?
- ‘અકસ્માતના કિસ્સામાં હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી ગણાશે’, રોડ અકસ્માતો પર Supreme Court નો મોટો નિર્ણય
- Pakistan માં ભારે વરસાદે તબાહી મચાવી, છત ધરાશાયી થવાથી 3 લોકોના મોત
- ‘અચાનક ૧૨૦૦૦ લોકો, તે પણ TCS…’, કર્ણાટકના શ્રમ મંત્રીએ છટણીને ‘ખતરનાક’ ગણાવી
- Ahmedabad: હડકવા મુક્ત 2030 અભિયાન હેઠળ 18,000 થી વધુ પાલતુ કૂતરાઓની નોંધણી થઈ