Nadiad : કોંગ્રેસ પ્રમુખે ભાજપના મહામંત્રી સામે કોર્ટ ઈન્કવાયરી માટે અરજી કરતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, આ મામલો ભાજપ નડિયાદ શહેર મહામંત્રી હર્ષિલ પટેલ દ્વારા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ માટે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ પોસ્ટને કારણે ઉભો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેયાંસ ભટ્ટ નામના યુવકે કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ માટે એક વિવાદીત પોસ્ટ કરી હતી અને ભાજપ મહામંત્રી હર્ષિલ પટેલે આ પોસ્ટને જગવિખ્યાત સંતરામ મંદિરના ગ્રુપમાં એપ્રુવ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટને નિશાન બનાવીને એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી.
આ પોસ્ટ બાદ હાર્દિક ભટ્ટે પહેલા પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ફરિયાદ ન નોંધતા, અંતે હાર્દિક ભટ્ટે કોર્ટના માધ્યમથી ઇન્ક્વાયરી દાખલ કરવા નડિયાદ ચીફ કોર્ટમાં ફરીયાદ કરી છે.
કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે અને અમે આતંકવાદી હુમલામાં દેશના નાગરિકોના મોત થતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉમેર્યું કે, “ઓપરેશન સિંદૂર” વખતે કેન્દ્ર સરકાર અને દેશના જવાનો સાથે કોંગ્રેસ પક્ષ ખભેથી ખભો મિલાવીને ઊભો રહ્યો હતો અને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
આ રહી વિવાદીત પોસ્ટ..

હાર્દિક ભટ્ટે આક્ષેપ કર્યો કે, “આવા અતિ સંવેદનશીલ બાબતમાં ભાજપ મહામંત્રી હર્ષિલ પટેલ દ્વારા શ્રેયાંસ ભટ્ટ નામના વ્યક્તિને મોહરું બનાવીને અમને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.” હવે કોર્ટમાં આ મામલે ઇન્ક્વાયરી હાથ ધરાશે, જેમાં હર્ષિલ પટેલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અને તેના હેતુની તપાસ થશે. આ ઘટના નડિયાદના રાજકારણમાં વધુ ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો..
- congo: કોંગોમાં ISIS સમર્થિત આતંકવાદીઓએ ચર્ચ પર હુમલો કર્યો, 21 લોકોના મોત
- Nikol: નિકોલમાં ₹49 લાખના મેફેડ્રોન સાથે બે લોકોની ધરપકડ, એક આરોપી પાસેથી પ્રેસ આઈડી મળી
- yunus: અવામી લીગના સમર્થકો અરાજકતા ફેલાવી રહ્યા છે… મોહમ્મદ યુનુસે શેખ હસીના પર મોટો આરોપ લગાવ્યો
- AMC ને ₹100 કરોડનું નુકસાન, 273 વેચાયેલા ન હોય તેવા વાણિજ્યિક એકમોને ફરીથી ઉપયોગમાં લેશે
- Narendra Modi: હું નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જોઉં છું… ભાજપ નેતાએ આવું કેમ કહ્યું, કારણ જણાવ્યું