Gujarat : ખેડા જિલ્લાના કપડવંજ નજીક દુધાથલ ગામે પાંખિયા પાસે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બે ટ્રક અને એક એસટી બસ વચ્ચે થયો હતો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પાંખિયા પાસે એક ભયાવહ ટ્રિપલ અખસ્માત થયો છે. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે એસટી બસના કંડક્ટર એસ.એ. બિહોલા અને એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ કપડવંજના એસડીએમ સહિત ડિવિઝન પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મૃતદેહોનું સ્થળ પર પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ માર્ગ ભારે વાહનોની અવરજવરથી વ્યસ્ત રહે છે, જેથી અકસ્માતને કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કાર્યવાહી કરાઈ હતી. આ એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો છે. ઘટનાને પગલે મામલતદાર તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળ કાર્યવાહી હાથ ધરી રહી છે.
અંદાજે ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ
અકસ્માતના પગલે અંદાજે ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કપડવંજ રૂરલ પોલીસે નિયંત્રણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ આ અકસ્માતમાં એસ.ટી.નો કંડક્ટર સંજયભાઈનું મૃત્યુ થયું છે. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરી રહેલા એસ.ટી.ના રિટાયર્ડ ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યા છે. આમ બેના મોત જ્યારે 8થી વધુ વ્યક્તિઓને ઈજા થઈ છે.
મૃતકોના નામ
- સંજયસિંહ અર્જુનસિંહ (ઉ.વ.52,) રહે.આબલીયાપુરા, તા.કપડવંજ
- અમરસિંહ પરમાર (ઉ.વ.70,) રહે.સુણદા, તાબે નિરમાલીના મુવાડા, તા.કપડવંજ)
આ પણ વાંચો..
- Gujarat: ગાયિકા કિંજલ દવેની સગાઈ પર સામાજિક વિવાદ, બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશી કિંજલબેન દવે પર લાલઘૂમ
- Mathura accident: ધુમ્મસના કારણે હાઇવે પર ટ્રાફિક જામ! અકસ્માત બાદ 7 બસો અને 4 કારમાં આગ લાગી, 13 લોકોના મોત, 25 ઘાયલ
- Gujarat: ગુજરાત પ્રેમ લગ્નો સામે નવો કાયદો તૈયાર કરી રહ્યું છે! માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે.
- Messi’s India tour: મેસ્સી જામનગરના વાંતારાની મુલાકાત લેશે, અનંત અંબાણી યજમાન બનશે, શું છે શેડ્યૂલ?
- Gujaratમાં મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે: Gauri Desai AAP





