Nadiad :ઉત્તરસંડા ગામમાં એક કરુણ ઘટના બની છે. જ્યાં એક પરીવારે પોતાના 18 વર્ષીય લાડકવાયાને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો છે. આ પરીવારે દિકરાને તેના પ્રિય બાઈક સહિતની વસ્તુઓ સાથે દફનાવ્યો છે.
ઉતરસંડાના ખ્રિસ્તી ફળિયામાં રહેતા સંજયભાઈનો 18 વર્ષિય દિકરો ક્રિશનો તાજેતરમાં માર્ગ અકસ્માત થયો હતો. ક્રિશ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો. ક્રિશ ધોરણ 12 પાસ કર્યા બાદ એડમિશનના કામે આણંદ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેની બાઈક એક ટ્રોલીની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલમાં એક સપ્તાહ સુધી સારવાર આપવામાં આવી,
પરંતુ દુર્ભાગ્યે તેનું મૃત્યુ થયું હતું. પરીવારના જણાવ્યા મુજબ, જે બાઈક સાથે તેને અકસ્માત નડ્યો, તે બાઈક તેને ખૂબ જ પ્રિય હતું. પરિવારજનોએ ક્રિશને તેના કપડાં, ઘડિયાળ સહિત તેના પ્રિય બાઈક સાથે દફનાવીને તેની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ ક્રિશને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રિશના અવસાનથી તેના મિત્રો અને પરિચિતોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટના ખરેખર હૃદય કંપાવનારી છે અને યુવા વર્ગમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા માટે એક દુઃખદ ચેતવણી પણ છે.
આ પણ વાંચો..
- Gujarat: ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, અમદાવાદમાં ભારે વરસાદ
- Ahmedabad: સબાબ બન્યો સતીશ અને ફસાવી મહિલા, જબરદસ્તી કરતા કેસ દાખલ
- Mansa devi: હરિદ્વારના માનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 લોકોના મોત… સીડી પાસે અકસ્માત થયો
- Horoscope: કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ એક ક્લિક પરથી
- Malaysia: કંબોડિયા અને થાઈલેન્ડ યુદ્ધમાં યુએન સાથે સમાધાન કરવા માટે મુસ્લિમ દેશ આગળ આવ્યો