Gujarat Weather Update: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે.

મળતી માહિતી અનુસાર કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ, પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

નોંધનીય છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલની આગાહી છે કે 14થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે. જેના કારણે 22 જૂન સુધી ચોમાસુ ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે.આ સાથે જ 21થી 30 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે.