Tej Pratap Yadav: તેજ પ્રતાપ યાદવના અનુષ્કા સાથેના વાયરલ ફોટાથી સર્જાયેલ તોફાન હજુ શાંત થયું નથી કે તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. પ્રેરક સંગીત સાથે એડિટ કરાયેલ આ વીડિયો રાજકીય વર્તુળોમાં ફરી એકવાર હોબાળો મચાવવા માટે પૂરતો છે.
રાષ્ટ્રીય જનતા દળના ભૂતપૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ફરી એકવાર સમાચારમાં છે. થોડા દિવસો પહેલા, તેમણે સોશિયલ મીડિયા પર પોતાના અંગત ફોટા પોસ્ટ કર્યા હતા, જેના પછી એક એવું રાજકીય તોફાન આવ્યું હતું, જેમાં તેજ પ્રતાપ યાદવને માત્ર પાર્ટીમાંથી જ નહીં પરંતુ ઘર અને પરિવારમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે તેમણે ફરી એકવાર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેના પછી રાજકીય ભૂકંપ આવવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
નવી પોસ્ટના વીડિયોમાં, તેજ પ્રતાપ ઓફિસ જેવા સેટઅપમાં પ્રવેશતા જોવા મળે છે, જ્યાં લાલુ અને રાબડી દેવીના ફોટા લટકાવવામાં આવ્યા છે. આ વિડીયો સાથે, તેમણે એક અંગ્રેજી વાક્ય પણ લખ્યું છે – “All our dreams can come true; if we have the courage to pursue them” એટલે કે આપણા બધા સપના સાકાર થઈ શકે છે, જો આપણી પાસે તેમને પૂરા કરવાની હિંમત હોય. હાલમાં, આ પોસ્ટે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે.