RCB ટીમની એક ઝલક જોવા ફેન્સ તલપાપડ, ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચી ભાગદોડ, 7ના મોત, અનેક ઘાયલ

RCB ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજયની ઉજવણી કરશે, જેના માટે ટીમ બેંગ્લોર પહોંચી ગઈ છે અને બેંગલુરુના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે વિરાટ કોહલી સહિત સમગ્ર RCBનું સ્વાગત કર્યું છે.

આઈપીએલ 2025નો ખિતાબ જીત્યા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ અમદાવાદથી બેંગ્લોર પહોંચવાની હતી અને ટ્રોફી સાથે રોડ શો કરવાની હતી. 

હવે સમાચાર આવી રહ્યા છે કે RCBની પરેડ રદ કરવામાં આવી છે. પરંતુ RCB ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજયની ઉજવણી કરશે, જેના માટે ટીમ બેંગ્લોર પહોંચી ગઈ છે 

રમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગેટ પર થયેલી ભાગદોડમાં 7લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.