IPL 2025 ની ફાઇનલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને આ મહાન ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી.
RCB ના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટ્રોફી વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે. કારણ કે વિરાટ કોહલી IPL ની 18 સિઝનમાં RCB માટે રમ્યો છે અને પહેલીવાર તેણે આ ટ્રોફી જીતી છે.
વિરાટ કોહલીનો જર્સી નંબર પણ 18 છે અને હવે આ નંબર તેના માટે વધુ ખાસ બની ગયો છે.
વિરાટ કોહલીએ પહેલેથી જ ખુલાસો કર્યો હતો કે, 'મારા પિતાનું 18 ડિસેમ્બરે અવસાન થયું. જ્યારે હું અંડર-18 ટીમમાં જોડાયો, ત્યારે તેમણે મને 18 નંબરની જર્સી આપી.