વિશ્વ પર્યાવરણ દિવસ 2025 દર વર્ષે 5 જૂને ઉજવવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રએ 1972માં આ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
આ ખાસ દિવસ દર વર્ષે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે.
વર્ષ 2025 માટે પર્યાવરણ દિવસની થીમ 'એન્ડ પ્લાસ્ટિક પોલ્યૂશન' રાખવામાં આવી છે.
આ થીમ પસંદ કરવામાં આવી છે કારણ કે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગઈ છે.