આ ગુકેશની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામે પહેલી જીત છે. આ જીત સાથે 19 વર્ષના ગુકેશ નોર્વે ચેસ 2025ના પોઇન્ટ્સ ટેબલમાં 8.5 અંક સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે,
જ્યારે કાર્લસન અને અમેરિકી ગ્રાન્ડમાસ્ટર ફાબિયાનો કારુઆના 9.5 અંક સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાન પર છે.
હાર પછી કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી ચેસનાં મોહરાં વિખેરાઈ ગયાં. એ પછી તેણે મીડિયા સાથે પણ વાત ન કરી અને ચાલ્યો ગયો.