Online Gaming : દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ગેમિંગના પ્રચાર માટે કેટલાક ઈન્ફ્લુએન્સરોને ગંભીર પરિણામો ભોગવવા પડ્યા છે. પોલીસ દ્વારા ઓનલાઈન ગેમિંગનો પ્રચાર કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 4 ઈન્ફ્લુએન્સરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઈન્ફ્લુએન્સર્સ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી ઓનલાઈન જુગાર (ગેમિંગ) માટે યુવાનોને પ્રેરિત કરતા હતા . પોલીસ દ્વારા 21,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જુગાર પ્રોત્સાહન અને યુવાનોને દુષણ તરફ દોરી જવાને કારણે કાનૂની કાર્યવાહી કરાઈ છે. ઓનલાઈન ગેમિંગનો અનૈતિક પ્રચાર પણ કાનૂની રીતે ગુનો ગણાય છે, ખાસ કરીને જ્યારે આ પ્રકારનો પ્રચાર યુવાનોને જોખમભરી પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે.
ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઓનલાઈન જુગારને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ એ જણાવે છે કે આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને લોકોને પણ સચેત કરવું જરૂરી છે.
આ પણ વાંચો..
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?
- Gujaratમાં ગેરકાયદેસર સંબંધો માટે પતિ બન્યો રાક્ષસ, પત્નીનું ગળું કાપીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો
- દારૂ પીનારાઓનું મુંડન, Gujaratના આ ગામમાં પંચાયતે લાગુ કર્યો નવો હુકમ





