Gujarat : ગુજરાત રાજ્યમાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની હતી. જે હે શરૂ થઈ ગઈ છે, વર્ષ 1971 પછીની સૌથી મોટી કવાયત છે. આ ડ્રિલનો મુખ્ય હેતુ નાગરિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સતર્ક રાખવો અને વહીવટી તંત્રની તૈયારીનું મૂલ્યાંકન કરવું હતો .
મુખ્ય સમયગાળો અને બ્લેકઆઉટ
હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકડ્રીલ શરૂ તઈ ગઈ છે. જેમાં સાંજે 4થી 8 કલાસ સુધી મોકડ્રીલ કરાશે. તો જિલ્લાવાર જુદા-જુદા સમયે સાંજે 7થી રાતે 9 વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવનાર છે.

18 જિલ્લામાં મોકડ્રીલ
આ મોકડ્રીલ ગુજરાતના 18 જિલ્લાઓમાં યોજાઈ છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભાવનગર, નવસારી, નર્મદા, ખેડા, ભરૂચ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીનો સમાવેશ થાય છે .

સાયરન અને બ્લેકઆઉટ સૂચનાઓ
- વોર્નિંગ સાયરનમાં લાંબો અવાજ, સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપવામાં આવશે.
- ઓલ ક્લીયર સાયરનમાં ટૂંકો અવાજ, ખતરો ટળ્યો હોવાનું દર્શાવે છે.
નાગરિકો માટે માર્ગદર્શિકા
- બ્લેકઆઉટ દરમિયાન લાઇટ અને વીજ ઉપકરણો બંધ રાખવા.
- પ્રકાશ લીકેજ અટકાવવા માટે પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરવો.
- મોબાઇલ અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ બારીઓ પાસે ન કરવો.
- વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગોને મદદ કરવી.
- લિફ્ટનો ઉપયોગ ટાળી સીડીનો ઉપયોગ કરવો.
- સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું અને અફવાઓથી બચવું .
વહીવટી તંત્રની તૈયારી
મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો જેમ કે પોલીસ, ફાયર સર્વિસ, એનડીઆરએફ, ઊર્જા વિભાગ વગેરે એલર્ટ પર હતા. અમદાવાદમાં 1,900 સિવિલ વોલન્ટિયર્સ તૈયાર રાખવામાં આવ્યા હતા . આ તરફ રાજ્ય સરકારે આ માત્ર સતર્કતા માટેની મોકડ્રીલ હોય નાગરીકોમાં કોઈ ભય ન ફેલાય તે માટે લોકોને જાગૃત કરવા અને રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો..
- હુમલો ગોપાલ ઇટાલીયા પર નથી થયો, પરંતુ ગુજરાતની જનતાના અવાજ પર હુમલો થયો છે: Isudan Gadhvi AAP
- ગુજરાતમાં AAP ધારાસભ્ય Gopal Italia પર જૂતું ફેંકવામાં આવ્યું, કેજરીવાલનો દાવો છે કે હુમલો કરનાર કોંગ્રેસી હતો
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આવતીકાલનો દિવસ, જાણો આજનું રાશિફળ
- FIFA વર્લ્ડ કપ ડ્રોમાં મોટો રાજકીય વળાંક, ટ્રમ્પને શાંતિ પુરસ્કાર મળ્યો; વિશ્વભરમાં પ્રશ્નો ઉભા થયા
- IndiGo ના ઓપરેશનલ કટોકટી માટે ઇન્ડિગોના સીઇઓ એલ્બર્સે માફી માંગી, 1,000+ ફ્લાઇટ્સ રદ, બધું ક્યારે સામાન્ય થશે તે જાહેર કર્યું





