World No Tobacco Day: શા માટે ઉજવવામાં છે આ દિવસ?

તમાકુ (Tobacco) ઘાતક છે અને કેન્સર, હૃદયની સમસ્યાઓ અને શ્વસન રોગોનું કારણ બને છે. 

દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ઉજવવામાં આવે છે. 

આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને તમાકુના નુકસાનથી વાકેફ કરવાનો અને ધૂમ્રપાનના વ્યસનથી મુક્તિ મેળવવા માટે જાગૃત કરવાનો છે. 

1987 માં વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વ તમાકુ નિષેધ દિવસ માટે ઝુંબેશ શરૂ કરી, અને બીજા જ વર્ષે, 31 મે ને વૈશ્વિક સ્તરે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 

તમાકુ (Tobacco) ઘાતક છે અને કેન્સર, હૃદયની સમસ્યાઓ અને શ્વસન રોગોનું કારણ બને છે. આવી સ્થિતિમાં વધુને વધુ લોકોને તમાકુ છોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.