Global Day of Parents Day's History, theme and Importance: આજે (1 જૂન) સમગ્ર વિશ્વમાં 'ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ડે' (Global Day of Parents) ઉજવવામાં આવે છે

યુનાઈટેડ નેશન્સ દ્વારા તેમના બાળકો પ્રત્યે માતા-પિતાની પ્રતિબદ્ધતાની પ્રશંસાના ચિહ્ન તરીકે 1 જૂનને "વૈશ્વિક માતાપિતા દિવસ" તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. 

માતા-પિતાના સન્માનમાં આયોજિત આ દિવસની ઉજવણીની સત્તાવાર જાહેરાત UN જનરલ એસેમ્બલીમાં વર્ષ 2012માં કરવામાં આવી હતી. 

આ પ્રસંગે લોકો તેમના માતા-પિતાને આદર આપે છે અને તેમના બલિદાન માટે તેમનો આભાર માને છે

જીવનમાં માતા-પિતાનું વિશેષ મહત્વ છે. બાળકનો જન્મ થાય ત્યારથી, તેને તેના જીવનના દરેક વળાંક પર માતાપિતાની જરૂર હોય છે.