ડોનાલ્ડ ટ્રંપે ભારતને આપ્યો મોટો ઝટકો! 38,000 કરોડનું એક્પોર્ટ થશે પ્રભાવિત, GTRI રિપોર્ટમાં ખુલાસો

Donald trump tariff war : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)  દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ટેરિફ બમણી કરવાના નિર્ણયની સીધી અસર ભારત પર પડી શકે છે.  

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) ના અહેવાલ મુજબ, આ નિર્ણય ભારતની $4.56 બિલિયન (લગભગ રૂ. 38,000 કરોડ) ની મેટલ નિકાસ પર  ખૂબ જ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.   

30 મે, 2025 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુએસમાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવશે.  

આ નવો નિયમ 4 જૂન, 2025 થી અમલમાં આવશે. ટ્રમ્પે અમેરિકાની "રાષ્ટ્રીય સુરક્ષા" ને ટાંકીને આ નિર્ણય લીધો છે.