Provident Fund : નડિયાદમાં પ્રોવિડન્ટ ફંડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના મિશન રોડ સ્થિત જૂની અને જાણીતી મિશન હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. કર્મચારીઓનું લાખો રૂપિયાનું પી.એફ. જમા ન કર્યુ હોવાથી કાર્યવાહી કરી છે.
નડિયાદમાં મિશન રોડ પર ખૂબ જૂની અને જાણીતી મિશન હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ દ્વારા પોતાના કર્મચારીઓનું 62.45 લાખ રૂપિયા પી.એફ. જમા ન કરાવ્યુ હોવાના કારણે આજે પ્રોવિઝન ફંડ વિભાગે હોસ્પિટલના બિલ્ડીંગને સીલ કરી દીધુ છે.
આ હોસ્પિટલ દ્વારા વર્ષ 2010થી પોતાના જ કર્મચારીઓનું પી.એફ. જમા કરાવવાનું બાકી હતુ. આ તરફ વર્ષ 2023માં આ જ હોસ્પિટલને 1 કરોડથી વધુ બાકી વસુલાત મામલે મામલતદાર કચેરી દ્વારા પણ બિલ્ડીંગને સીલ કરવામાં આવ્યુ હતુ. ત્યારે એક જ એકમને પહેલા સ્થાનિક સરકારી વિભાગ તો હવે કેન્દ્રના સરકારી વિભાગ દ્વારા સીલ કરવામાં આવતા અનેક ચર્ચાઓ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, આ મિશન હોસ્પિટલ વર્ષો સુધી ખૂબ ઉત્તમ રીતે આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલી હતી અને તેની નડિયાદ સહિત રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતી હતી.
આ પણ વાંચો..
- જાપાને Mega-Earthquake ની ચેતવણી પાછી ખેંચી, લોકોને સતર્ક રહેવાની વિનંતી કરી; એક મોટી અપીલ કરી
- ૫૦૦ વર્ષમાં પહેલી વાર Banke Bihari ને સમયસર ભોગ કેમ નથી મળ્યો? VIP પ્રવેશ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર
- Gujarat: ‘મનરેગા’માં કામદારોની છટણી અને ચુકવણીમાં વિલંબને કારણે નોકરીઓમાં ઘટાડો
- Chhota Udaipur: ગેરકાયદેસર રેતી ખનન પર ‘જાહેર દરોડા’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઘર્ષણ
- IPL auction 2026: RR એ રવિ બિશ્નોઈને ₹7.20 કરોડમાં ખરીદ્યો, KKR એ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો





