Jamnagar : સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલ અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દિવસ દરમિયાન હજારો દર્દીઓ પોતાની સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે આવતાં હોય છે.
જેમાં દાખલ થઈ સારવાર મેળવતા દર્દીઓ માટે બેડસીટ, ગાદલા, ચાદર, યુનિફોર્મ અને ટુવાલ સહિતની વસ્તુઓ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. જે દર્દીઓ યુઝ કરેલી વસ્તુઓને આધુનિક રીતે ધોવા માટે એક આધુનિક લોન્ડ્રી વિભાગ આવેલો છે. જેની કાબીલેદાદ કામગીરી છે.

હાલરની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ઉત્તમ સારવાર માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત અહીં દર્દીઓ- ડોકટરોના યુનિફોર્મ, ઓછાળ, ટુવાલ, ઓશીકાના કવર સહિતના કપડા ધોવા માટે એક આધુનિક લોન્ડ્રી પણ આવેલી છે. જે પણ જામનગર પંથકમાં જાણીતો છે. હોસ્પિટલની અંદર જ દર્દીઓના કપડા ધોવા માટેની ખાસ વ્યવસ્થા છે. જી.જી.હોસ્પિટલમાં રૂ. 60 લાખના ખર્ચે લોન્ડ્રીના 3 સેટ છે.
જેમાં 3 વોશિંગ મશીનના સેટ અને 3 ડ્રાયરના સેટ છે. જેમાં દરરોજના એક હજાર જેટલા કપડા 10 કર્મચારીઓ દ્વારા ધોવામાં આવી રયા છે. વોશીંગ મશીન એટલા આધુનિક છે કે સવારે ધોવાઇ જાયને સાંજે તે જ ધોયેલા કપડાનો ફરી ઉપયોગ થઇ શકે.

હોસ્પિટલના જ વોશીંગ મશીન ડ્રાયરની આધુનિક સુવિધા હોવાથી કેમ્પસની અંદર જ કપડા ધોવાની સગવડ ઉપલબ્ધ છે. કપડા બહાર ધોવા માટે આપવા પડતા નથી. મશીન અધતન ટેકનોલોજીવાળા હોવાથી ઝડપથી કપડા ધોવાઇ જાય છે.
આ પણ વાંચો..
- Assamમાં ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ, 5.8 ની તીવ્રતા, લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા
- Arab summit: ઇઝરાયલી હુમલા પછી ઇસ્લામિક દેશો કતારમાં કેમ ભેગા થઈ રહ્યા છે, દોહામાં ભેગા થઈ રહ્યા છે
- Sushila karki: હું સત્તાનો સ્વાદ ચાખવા નથી આવી, તોડફોડમાં સંડોવાયેલા લોકોની તપાસ કરવામાં આવશે,” નેપાળના પીએમનો હુંકાર
- China: ટ્રમ્પની ૧૦૦% ટેરિફની ધમકીનો ચીને જવાબ આપ્યો, કહ્યું – અમે તેમાં ભાગ લઈશું નહીં…
- Manisha Koirala એ કહ્યું – નેપાળમાં રાજાશાહી માટે સ્થાન હોવું જોઈએ, બંધારણ લોકોને ન્યાય આપી શકતું નથી