Ahmedabad : છેલ્લા ઘણા સમયથી હ્દય રોગથી પિડાતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાર્ટ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હાલમાં દરરોજ સરેરાશ 925 દર્દી સારવાર કરાવવા માટે આવે છે. તે સિવાય દૈનિક સરેરાશ 128 દર્દીને દાખલ કરવા પડે છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી આઉટડોરમાં 1.32 લાખ, ઈન્ડોરમાં 18239 જેટલા દર્દી નોંધાયા છે.
જેમાં 174 દર્દીમાં બલૂન, 539માં ડિવાઇસ, 501માં પેસમેકર, 2842માં સ્ટેન્ટ વિના પ્લાસ્ટિ જેવી હૃદયની સારવાર કરાઇ છે. કુલ 98214 ઈસીજી કરવામાં આવ્યા છે. કુલ 77702 દર્દીમાં ઈકો કરાયું છે.
આ પૈકી 12944 બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ૩ લાખથી વધુ દર્દી ઓપીડીમાં નોંધાય છે. જેમાં 2023માં 3.35 લાખ, 2024માં 3.63 લાખ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 2023માં 47230, 2024માં 50,077 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલ ઉપરાંત ખાનગીમાં પણ હવે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. જેમાં ૪૦થી ઓછી વયના યુવા દર્દીઓનું પ્રમાણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
આ પણ વાંચો..
- Ahmedabad: નરોડા GIDC ફેઝ-3માં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, જેમાં બે લોકો ઘાયલ થયા
- Rajkot: ગોંડલ જિલ્લાના શેમલા ગામમાં એક જ પરિવારના ત્રણ બાળકો તળાવમાં રમતા રમતા ડૂબી ગયા
- Surat: વિશ્વ પર્યાવરણ દિવસ પર સુરતમાં પીએમ મોદી, ૧૮,૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની દ.ગુજરાતને આપી ભેટ
- Major uproar in Patna: પ્રખ્યાત ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડને જેલ મોકલાયા! જાણો વિવાદ વિશે.
- Ahmedabad: અધિકારીઓ અને સેલિબ્રિટીના ફોટા બતાવીને લોકોને લૂંટતું દંપતી પકડાયું, 15 લોકો પાસેથી 20 કરોડ રૂપિયા વસૂલાયા




