Ahmedabad : સ્વચ્છ શહેરની સાથે શહેરમાં આવેલા તળાવોને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી મ્યુનિ. તંત્રની છે. પણ મ્યુનિ.ના અધિકારીઓને આ જવાબદારીનું ભારણ લાગી આવતું હોય તેમ બેદરકારી ભરી કામગીરીની ફરિયાદ રોજબરોજ સામે આવતી હોય છે.
તંત્ર દ્વારા બજેટમાં શહેરના અનેક તળાવોનું બ્યુટીફિકેશન કરવાની વાતો કરવામાં આવી હતી. ત્યારે બ્યુટીફિકેશન તો દૂર ખુદ તંત્ર દ્વારા તળાવની મુળ સ્થિતિને પણ જાળવી ન રાખી ગંદકી ફેલાવાનુ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
લાભાંમાં આવેલા તળાવમાં તંત્ર દ્વારા ગટરના પાણીનું શુદ્ધિકરણ કર્યા વિના જ ગટરમાં છોડી દેવાતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી છે. જેમાં તળાવની આસપાસ આવેલી 10થી વધુ સોસાયટીના રહીશોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
શહેરના લાંભા વિસ્તારમાં તંત્રની કામગીરીમાં બેદરકારીથી સ્થાનિકોને ભારે હલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં તળાવમાં ગટરનું ગંદા પાણીનું સુદ્ધિકરણ કર્યા વીના જ બારોબાર છોડી દેવાય છે. જેના કારણે તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. અને દુર્ગધયુક્ત પાણી છોડાતા આસપાસના વિસ્તારના લોકોને બારી બારણા બંધ રાખવાની ફરજ પડી છે.
તંત્ર દ્વારા પાઈપલાઈનની કામગીરી કરાઈ રહી છે
લાંભામાં આવેલા ઈન્દિરા નગર, લક્ષ્મીપુરા ગામ, સુરતીપુરા તથા લાંભા મંદિર સહિતના વિસ્તારોના ગટરના પાણી ફિલ્ટર કર્યા વિના જ તળાવમાં છોડી દેવાતા હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતું. જેના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તંત્ર દ્વારા પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી છે. પણ હજુ સુધી નવી પાઈપલાઈનના જોડાણ આપવામાં આવ્યા નથી. જેના કારણે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
તંત્ર ચોમાસા પહેલા તળાવની સફાઈ કરાવે : સ્થાનિકો
સ્થાનિકોની માંગ છે કે, તંત્ર દ્વારા તાકીદે પાઈપલાઈનના જોડાણ આપીને તળાવમાં છોડાતું ગંદું પાણી બંધ કરવામાં આવે અને બ્યુટીફિકેશનની નેમ લઈને બેઠેલા તંત્રના અધિકારીઓ હવે બ્યુટીફિકેશનનું સપનું સાર્થક કરી ચોમાસા પહેલા તળાવની સફાઈ કરાવે જેથી ચોમાસા દરમિયાન નવા નીર તળાવમાં ભરી શકાય.
આ પણ વાંચો..
- Bardoliથી નેપાળ ટ્રેકિંગ કરતી વખતે ગુમ થયેલા પિતા-પુત્રી બરફ નીચે દટાયેલા મળી આવ્યા
- શ્રમિકોને પોતાના ગામમાં મનરેગા અંતર્ગત રોજગાર મળે એવી અમારી માંગણી છે:Chaitar Vasava
- ઉત્તર પ્રદેશના CM Yogiએ કરી જાહેરાત, દરેક શાળામાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત
- મહિલા અનામત લાગુ કરવામાં વિલંબ અંગે Supreme Courtમાં સુનાવણી, કેન્દ્ર સરકારને ફટકારવામાં આવી નોટિસ
- Ahmedabad માં SG હાઇવે હાઇ-રિસ્ક ઝોન બન્યો: દરરોજ 10 અકસ્માતો નોંધાયા





