Ahmedabad : અમદાવાદ-સ્થિત લિસ્ટેડ કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ડીપીઆઇએલ)નો 15 ટકા હિસ્સો હસ્તગત કરવાની સ્પર્ધામાં અદાણી જુથ અગ્રેસર છે એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી. આ સિવાય અન્ય બે કંપનીઓ પણ હિસ્સો ખરીદવા માટે સ્પર્ધામાં છે.
અદાણી જૂથ આગામી સમયગાળામાં મોટા પાયે મૂડીખર્ચ કરવાનું આયોજન કરી રહ્યું હોવાથી વેન્ડર ઇકોસિસ્ટમ પર તે પ્રભુત્ત્વ વધારવા માંગે છે અને તેથી આ કંપનીમાં હિસ્સો વધારવા ઉત્સુક છે એવી માહિતી આપતા સૂત્રોએ ઉમેર્યું હતું કે ડીપીઆઇએલ એક વર્ટિકલી ઇન્ટિગ્રેડેટ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે અને તે કેબલ્સ, કન્ડક્ટર્સ, ટ્રાન્સમિશન ટાવર્સ અને વીજ વિતરણ આ તમામ ક્ષેત્રે હાજરી ધરાવે છે.
કંપની ટ્રાન્સિમિશન લાઇન ટાવર્સ અને તેના પાટ્સુનું ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન પણ કરે છે. ડીપીઆઇએલ એ એક લિસ્ટેડ કંપની છે અને હાલમાં પ્રમોટર્સ તેમાં 90 ટકા હિસ્સો ધરાવે છે. આથી સેબીના મિનિમમ પબ્લિક હોલ્ડિંગના નિયમો મુજબ પ્રમોટર્સને તેમનો હિસ્સો 90 ટકાથી ઘટાડી 75 ટકા કરવાનો થાય છે. આ અંગે પ્રમોટર્સ કુલ ત્રણ કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે અને આગામી 60 દિવસમાં આ સોદો પાર પડે એવી શક્યતા છે.
માર્ચ, 2024ની સ્થિતિઅડીપીઆઇએલના પ્રમોટર્સ કંપનીમાં 94.88 ટકા હિસ્સો ધરાવતા હતા જે માર્ચ, 2025ની સ્થિતિએ ઘટીને 90 ટકા થયો છે. ડીપીઆઇએલનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં રૂ. 5,000 કરોડ જેટલુ છે. જોકે પ્રમોટર્સ શું ભાવે આ હિસ્સો વેચવા માંગે છે તેની માહિતી સૂત્રોએ આપી ન હતી.
આ પણ વાંચો..
- સરકારે જાહેર કરેલા પેકેજ બાદ ખેડૂતોમાં ગુસ્સો વધ્યો: Sagar Rabari
- આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને AAPના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે: AAP
- ઓરિસ્સાના રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિએ ગાંધીનગરમાં CM Bhupendra Patel સાથે કરી મુલાકાત
- Gujarat: ISIS એ બનાવ્યું RSS કાર્યાલયને નિશાન, શું હતું આતંકવાદીઓનું રચેલું કાવતરું?
- હું આઝાદ ફરતો વાઘ છું, ભાજપમાં નહીં જોડાઉ: Chaitar Vasava





