Ahmedabad : અમદાવાદમાં મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવમાં બે તબક્કામાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 12,000 નાના-મોટા કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. મકાનોના કાટમાળને હટાવવા અને તળાવનું ડેવલપમેન્ટ કરવાનું હોવાથીઊંડું કરવાની કામગીરી શરૂ થઈ ગઈ હોવાનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
હર્ષ સંઘવીએ વીડિયો શેર કરીને શું લખ્યું?
હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું, કામ પ્રગતિ પર, ચંડોળા તળાવને ઊંડું કરવાનું કામ ઝડપથી શરૂ થઈ ગયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 જે.સી.બી. મશીન, 100 ટ્રક વાહન તથા હિટાચી મશીન ઉપયોગ કરી રોજનો 2000 ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તળાવને ખોદી માટી કાઢવામાં આવી રહી છે. ચંડોળા તળાવ જે એક સમયે ચારે તરફથી મકાનો અને ઝૂંપડાઓથી ઘેરાયેલું હતું, જે આજે ખુલ્લું જોવા મળી રહ્યું છે અને ચંડોળા તળાવમાં ટ્રકો અને જેસીબી મશીનો કાટમાળ હટાવવાની કામગીરીમાં કાર્યરત છે.
લલ્લા બિહારીના ફાર્મ હાઉસથી ડિમોલિશનની શરૂઆત
ચંડોળા તળાવના ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર એએમસીની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લલ્લા બિહારીએ 2000 વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.
લલ્લા બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લલ્લુ બિહારી ભાગી છૂટ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લલ્લા બિહારી સીએએના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. તે ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.
આ પણ વાંચો..
- Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવે T20I વર્લ્ડ કપ વિશે ખુલાસો કરતા કહ્યું કે તૈયારીઓ એશિયા કપથી જ શરૂ થઈ ગઈ હતી
- Business: ડૂબતી ચાંદીમાં હજુ પણ થોડી ચમક બાકી છે, 1 વર્ષમાં 50% વળતર આપી શકે છે
- Jaipur: જયપુરના ટોડી ગામમાં, મજૂરોને લઈ જતી એક બસને ૧૧,૦૦૦ વોલ્ટનો કરંટ લાગ્યો, જેના કારણે આગ લાગી બે લોકોના મોત
- IAS મનોજ કુમાર દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત, પંકજ જોશીના સ્થાને આવ્યા
- Sola civilના ડોક્ટર પર બાળકીની સારવાર કરવાનો ઇનકાર કરવાનો આરોપ; ગુજરાતના આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા





