Gujarat : ખેડા જિલ્લામાં ચોમેર વીજ વિભાગના ધાંધિયા સામે આવી રહ્યા છે. નડિયાદ બાદ હવે ચકલાસી વીજ વિભાગની ઉદાસીનતા સામે આવી છે. જ્યાં મહોળેલ ગામમાં છેલ્લા સપ્તાહથી વીજ પુરવઠો અનિમિત બનવા ઉપરાંત વારંવાર ખોરવાઈ જતા ગ્રામજનો ત્રસ્ત બન્યા છે. આજે ચકલાસી વીજ વિભાગની કચેરીમાં પહોંચી અને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.
ખેડા જિલ્લામાં ગરમી અને ઉકળાટની વચ્ચે વીજળીની સમસ્યા વકરી રહી છે. નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠો અનિયમિત બન્યો છે. ગામના ગાંધી ચોક અને દરબાર ફળિયા વિસ્તારમાં વીજળી ઓછા-વત્તા પ્રમાણમાં આવતા વીજ ઉપકરણોને નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે.

આ સમસ્યાના નિરાકરણ માટે આજે ગ્રામજનો ચકલાસી સ્થિત વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા. રજૂઆત પહેલા તેમણે કચેરીમાં રામધૂન બોલાવી વીજ કર્મચારીઓને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરી હતી. સ્થાનિક રહેવાસી માનસીબેન પંડ્યાના જણાવ્યા મુજબ, ફરિયાદ બાદ વીજ કર્મચારીઓ આવે છે. પરંતુ સમારકામ બાદ પણ સમસ્યા યથાવત રહે છે.
ગરમીના દિવસોમાં રાત્રે પણ લોકોને હાલાકી વેઠવી પડે છે. વધતી જતી ગરમી અને ઘરેલુ વીજ ઉપકરણોના વપરાશમાં થયેલા વધારાને કારણે સમગ્ર જિલ્લામાં વીજ માગ વધી છે. આ પરિસ્થિતિમાં ગામે-ગામ વીજ પુરવઠાની સમસ્યા સર્જાઈ છે.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે