ભારતે રચ્યો વધુ એક ઈતિહાસ, જાપાનને પાછળ છોડીને બની ગયું ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં ભારત એક અન્ય ક્રમે ઉપર પહોંચી ગયું છે.
નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે રવિવારે જણાવ્યું કે, ભારતે જાપાનને પાછળ છોડીને દુનિયાની સૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે.
10મીં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આ જાણકારી આપી છે
જેમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત રાજ્યની ચર્ચા થઈ.
આપણે આ સમયે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમારી અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરની છે અને આ અમારો નહીં, પરંતુ IMFનો ડોટા છે. ભારત આજે જાપાનની પાછળ છે.
હવે માત્ર અમેરિકા, ચીન અને જર્મની જ ભારતથી આગળે છે. જો આપણે પોતાની યોજના પર ટકી રહ્યા,તો આગામી 2થી 3 વર્ષમાં ત્રીજી અર્થવ્યવસ્થા બની જઈશું.