Gujarat News: ઓપરેશન સિંદૂર બાદ જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ત્યારે કચ્છમાંથી જાસૂસને પકડી પાડ્યા બાદ શુક્રવારે રાત્રે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર માર્યો છે.
ગુજરાતના બનાસકાંઠામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. 23 મેની રાત્રે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો. આ સંદર્ભમાં માહિતી આપતા BSF એ જણાવ્યું કે 23 મેની રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિને સરહદ પાર કરીને આગળ વધતા જોવા મળ્યો હતો. તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે આગળ વધતો રહ્યો જેના પછી તેને ગોળી મારવી પડી.
Gujarat એટીએસે સરહદી વિસ્તારમાંથી એક જાસૂસની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા જાસૂસ પર પાકિસ્તાનને ઘણી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ભારતીય જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે સતત આગળ વધતો હતો. પરિસ્થિતિને જોતાં BSFના જવાનોએ ફાયરીંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.