Gujarat : સંઘપ્રદેશ દમણમાં વીકેન્ડમાં સહેલાણીઓના ઉમટી પડતા ધસારા વચ્ચે શહેરના વિવિધ માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ભેંસલોરથી પાતલીયા સુધીના કોસ્ટલ હાઇવેના ચાલતા નવીનીકરણને કારણે આખો માર્ગ બંધ રહેતા, વલસાડ તરફથી આવતા વાહન ચાલકોને ભીમપોર ખેમાણી સર્કલ મારફતે દેવકા અને કડૈયા તરફના વૈકલ્પિક માર્ગો અપનાવવા પડી રહ્યા છે. સાંજના સમયે ભારે ધસારા વચ્ચે આ માર્ગ પર લાંબી વાહનોની કતારો લાગતી જોવા મળી રહી છે.
અંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતું દમણ માત્ર સહેલાણીઓ નહીં, પણ ઉદ્યોગિક ક્ષેત્ર હોવાને કારણે નોકરીયાત વર્ગ માટે પણ અગત્યનું છે. ખાસ કરીને દમણના કાલરિયાથી ડાભેલ ચેકપોસ્ટ અને સોમનાથથી કચીગામ સુધીના રસ્તાઓ પર ચાલી રહેલા માર્ગ નવીનીકરણના કાર્યોને લીધે ટ્રાફિક વધુ ગંભીર બન્યો છે. સોમનાથ ડિમાર્ટ સર્કલથી ડાભેલ ચેકપોસ્ટ સુધી એક જ તરફનો માર્ગ ખુલ્લો હોય, ત્યાં વારંવાર વાહનોની લાંબી લાઈનો ઉભી થાય છે.
મોટી દમણ તરફના માર્ગોનો ઉપયોગ ઓછો થતો હોવાથી મોટાભાગના વાહનચાલકો પાતલીયા તથા ડાભેલ માર્ગ અપનાવે છે, જ્યાં ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ છે. રીક્ષા ચાલકો અને લોકલ વાહનચાલકો માટે આ અવસ્થામાં ભયંકર પરેશાનીઓ ઊભી થઈ છે.
દમણ ટ્રાફિક પોલીસ તરફથી નિયમન માટે પ્રયાસો તો ચાલી રહ્યા છે, પણ સતત ચાલતા માર્ગ કાર્ય અને પર્યટકોની ભીડ વચ્ચે ટ્રાફિક સમસ્યા યથાવત છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે દમણના માર્ગો પર ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટો ક્યારે પૂર્ણ થશે અને સામાન્ય જનતાને ટ્રાફિકના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે?
આ પણ વાંચો..
- Sushila karki નેપાળની વચગાળાની સરકારના વડા બન્યા, રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો
- Karnataka: કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘુસી ગયો; આઠ લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
- Tarrif: અમેરિકાનો બેવડો સ્વભાવ ફરી સામે આવ્યો, G-7 અને EU ને ભારત અને ચીન પર ભારે ટેરિફ લાદવા કહ્યું
- Shubhaman gill એશિયા કપમાં રનનો વરસાદ નહીં કરી શકે! જાડેજાએ મોટો દાવો કર્યો
- Israel: ૧૦ ફાઇટર જેટમાંથી ૧૦ બોમ્બ ફેંકાયા, ઇઝરાયલે કતારના મજબૂત સુરક્ષા રિંગને કેવી રીતે તોડી નાખ્યું, અમેરિકા પણ સ્તબ્ધ