Corona : નડિયાદમાં આજે એક 8 મહિનાની બાળકી કોરોના સંક્રમિત હોવાનું રીપોર્ટમાં સામે આવ્યુ છે. આ પછી તંત્ર હરકતમાં આવ્યુ છે અને સર્વે શરૂ કર્યો છે. તો સાથોસાથ કોરોનાની પૂર્વ તૈયારીઓ યથાવત હોય, તંત્રએ આ તમામ કામગીરીની ચકાસણી કરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદમાં એક 8 મહિનાની બાળકી કોરોના સંક્રમિત આવી છે. બાળકી બિમાર થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી, તે બાદ તેના રીપોર્ટ કરાવ્યા હતા. જે પૈકી કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ આ મામલો આરોગ્ય વિભાગને ધ્યાને આવતા તત્કાલ બાળકીના પરીવારજનોને આઈસોલેટ કરાયા છે.

તો સાથે જ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. તો શંકાસ્પદ જણાતા તમામ દર્દીઓના કોરોના ટેસ્ટ પણ શરૂ કરાયા છે અને  હાલ નડિયાદ સિવિલ, ખેડા અને ડાકોર સિવિલમાં પણ આ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આરોગ્ય અધિકારી વી. એસ. ધ્રુવેએ જણાવ્યુ કે, બહારથી કેસ આવશે કે કોઈ દર્દી કે વ્યક્તિમાં લક્ષણ જણાશે, તો તેમના ટેસ્ટ કરવામાં આવશે.

હાલ આપણી પાસે જિલ્લામાં દવાઓનો પૂરતો સ્ટોક છે. વેન્ટીલેટર સાથે ઓક્સિજનની પણ પુરતી વ્યવસ્થા છે. સાથે જ સિવિલ હોસ્પિટલ્સમાં તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ સાથે જ ભૂતકાળમાં કોરોના વખતે કરવામાં આવેલી તૈયારીઓ યથા સ્થિતિ છે. જેથી તંત્ર કોઈ પણ પરીસ્થિતિમાં પહોંચી વળવા માટે તૈયાર છે. તેમજ નાગરીકો પણ સાવચેતી રાખે અને લક્ષણ જણાતા ચકાસણી કરાવે તેવી અપીલ કરી છે.

આ પણ વાંચો..