આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ Pravin Ram દ્વારા આજે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલને એક પત્ર મોકલવામાં આવ્યો હતો આ પત્ર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવતા કહ્યું હતું કે GPSC દ્વારા લેવાતા ઇન્ટરવ્યૂને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને અગાઉ જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂની પેનલમાં બેસેલ અધિકારી પહેલા અન્ય કોચિંગ ક્લાસમાં મોક ઇન્ટરવ્યુમાં ગયેલા હતા. સાથે સાથે ઇન્ટરવ્યુમા ડાઉન અને અપ માર્કસનો તફાવત ખૂબ વધી રહ્યો છે તેના વિશે પણ અમે વાત કરી હતી અને ઇન્ટરવ્યુનો વેઇટેજ લેખિત પરીક્ષા કરતા વધી રહ્યો છે જે નિયમની વિરુદ્ધમાં છે તેનું પણ અમે ખુલાસો કર્યો હતો.

ઉપરોક્ત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચાઓ કરવા માટે આમ આદમી પાર્ટીના એક પ્રતિનિધિમંડળ દ્વારા GPSCના ચેરમેન હસમુખ પટેલ સાથે સીધી મુલાકાતની માંગ કરીએ છીએ. જો GPSCના ચેરમેન હસમુખ પટેલ અમને પૂરતો સમય આપે તો આમને સામને બેસીને અમે આ ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરી શકીએ. અમને ઉમ્મીદ છે કે તેઓ આ મુદ્દા પર અમને મળવા માટે સમય આપશે અને જો તેઓ અમને સમય નહીં આપે તો મજબૂરીમાં અમે સામેથી GPSCની ઓફિસમાં જઈને તેમને મળીશું.