IPL 2025ના પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી, કોણ કોની સાથે મેદાનમાં ઉતરશે તેના પર હજુ સસ્પેન્સ
સસ્પેન્સ
આઈપીએલ 2025માં બુધવારના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાય હતી.
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હાર આપી છે.
આ જીત સાથે મુંબઈની ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી છે.
પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. આ ચાર ટીમમાં ગુજરાત, પંજાબ અને આરસીબી પહેલાથી ક્વોલિફાય કર્યું હતુ.
આઈપીએલની આ સીઝનના પ્લેઓફમાં જનારી 4 ટીમ નક્કી થઈ ચૂકી છે.
આ વખતે ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈની ટીમ ટોપ 4માં સ્થાન મેળવી લીધું છે