Jamnagar : આ જીલ્લો સરહદી જીલ્લો હોવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં આવેલ 27 બટાલીયન ગુજરાત એનસીસી ખાતે છેલ્લા બે દિવસથી એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સેલ્ફ ડીફેન્સ તાલીમ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે.
જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે એનસીસી કેડેટ્સને આપવામાં આવી રહેલ તાલીમમાં ઉપસ્થિત રહી તેઓનો ઉત્સાહ વધારી કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો. કલેકટર એ જણાવ્યું હતું કે, જામનગર જીલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જીલ્લાના નાગરિકો ખાસ કરીને યુવાઓને સિવિલ ડીફેન્સ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.

નાગરિકોને મદદ મળી રહે તે માટે એનસીસી કેડેટ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે.જેમાં બચાવ, રેસ્ક્યુ, ફાયર, પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તા.૨૧મે ના રોજ કાલાવડ તાલુકામાં સેલ્ફ ડીફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિકોએ આપતકાલીન પરિસ્થિતિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે જીલ્લા પ્રસાશન દ્વારા આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે. આ તાલીમમાં નાયબ નિયંત્રકવી.કે.ઉપાધ્યાય, પી.આઈ. એમ.વી.ખીલેરી, અધિકારી ઓ, એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો..
- Ahmedabad Rave Party Update : અહીં ફાર્મ હાઉસમાં ચાલી રહી હતી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટી, 13 વિદેશી નાગરિકો સહિત 20ની ધરપકડ… તેમાં 6 મહિલાઓ પણ
- 31મી ઓક્ટોબરે PM મોદી આ ખેડૂત પરિવારોને મળવાની મુલાકાત આપે: Niranjan Vasava AAP
- Cyclone Montha: ક્યારે આવશે ચક્રવાત મોન્થા? આ રાજ્યોમાં આપવામાં આવી ભારે વરસાદની ચેતવણી
- Horoscope: આજે લાભ પાંચમ, જાણો કોનો કેવો રહેશે આજનો દિવસ
- અમૃતસરમાં SSOCને મોટી સફળતા, આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ





