Ahmedabad : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં માર્ગ વિસ્તરણના નામે ઘરો તોડવાની કાર્યવાહી સામે રહીશો ઉગ્ર પ્રતિકાર નોંધાવી રહ્યા છે. બોડકદેવ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર-પશ્ચિમ ઝોન ઓફિસ બહાર તાજેતરમાં 3 સોસાયટીઓના રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રહીશોનો દાવો છે કે માર્ગ કપાતમાં 100થી વધુ મકાનો તોડી પડવાનું આયોજન છે, જેમાંથી ઘણા મકાનો 50 વર્ષથી વધુ જૂના છે અને તેમા રહેતા ઘણા ગરીબ પરિવારોએ પોતાનું જીવનભરનું આશિયાનું બનાવ્યું છે.
અગાઉ પણ સોસાયટી દ્વારા જમીન આપવામાં આવી
રહીશો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, અગાઉના વિકાસ સમયે પણ સોસાયટીના લોકો દ્વારા જમીન AMC ને આપવામાં આવી હતી. તેમ છતાં હાલમાં ફરીથી જમીન કપાતમાં આવી રહી છે અને ગત વખતે જમીન આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું વળતર મળ્યું નથી, તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, આ રોડ કપાતની કામગીરી 45 A TP મુજબ થતી કામગીરીનો એક ભાગ છે. ચાંદલોડિયા વિસ્તારમાં 9 મીટર તથા 12 મીટર રસ્તા માટે જમીન કપાતમાં જઇ રહી છે. બંને રસ્તાઓ માટે 12 મીટર વિસ્તાર ખુલ્લો મૂકવાનો તથા ગટર લાઇન પાઈપ લાઇન નાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોમાસા પહેલા રસ્તા તથા ગટર લાઈનનું આયોજન
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા માટે રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવી જરૂરી છે. જેથી ગટર લાઇન યોગ્ય રીતે બેસાડી શકાય અને વરસાદી પાણીનું સંચય ટાળીને ડ્રેનેજ વ્યવસ્થા સુધારી શકાય. જણાવી દઇએ કે, આ કામગીરીથી રહીશોમાં ભારે ભયનો માહોલ છે.
અનેક પરિવારોને લાગે છે કે તેમનું ઘર તૂટી જશે. મકાનો તોડવાની નોટિસ મળતાં ઘણા રહીશોએ ઘરના દસ્તાવેજો સાથે રજૂઆત કરી છે કે, તેઓ અગાઉથી કાયદેસર રીતે બાંધકામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો..
- Botswanaએ પ્રતીકાત્મક રીતે રાષ્ટ્રપતિ મુર્મુને આઠ ચિત્તા સોંપ્યા; ક્વોરેન્ટાઇન પછી તેમને ભારત લાવવામાં આવશે
- Pakistanમાં ન્યાયતંત્ર-સરકાર સંઘર્ષ: સુધારા બિલ પર હોબાળો, સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોએ રાજીનામું આપ્યું
- Dharmendra: હોસ્પિટલના એક કર્મચારીની પોલીસે ધરપકડ કરી, ગુપ્ત રીતે ધર્મેન્દ્રનું ICUમાં ફિલ્માંકન કરી રહ્યો હતો
- IPL: પાંચ વર્ષ પછી મુંબઈ ટીમમાં એક સ્ટાર ઓલરાઉન્ડર પાછો ફર્યો, આ ખેલાડીઓની હરાજી પહેલા ટ્રેડિંગ
- Morocco: વર્લ્ડ કપ માટે લાખો રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવી રહ્યા છે? મોરોક્કો સામે ગંભીર આરોપો, હોબાળો મચાવ્યો





