વિસાવદર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી(AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો પ્રચાર દિન પ્રતિદિન વધુ ગતિશીલ અને પ્રભાવશાળી બનતો જઈ રહ્યો છે. ગતરોજ તેમણે જૂની ચાવંડ અને લેરીયા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં રાત્રિ ગ્રામસભાના માધ્યમથી ખેડૂતો અને યુવાનો સાથે ઊંડી અને તાર્કિક ચર્ચા કરી. ઇટાલિયાએ ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી અને સ્થાનિક વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવાની અને તેનું સમાધાન લાવવાની પુરી ખાતરી આપી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.

ગોપાલ ઇટાલિયા અગાઉ પણ વિસાવદર તાલુકાના અનેક ગામોમાં પહોંચીને લોકો સાથે સીધો સંપર્ક સાધી ચૂક્યા છે. દરેક મુલાકાતમાં ગ્રામજનોનો ઉત્સાહભર્યો સ્વાગત અને તેમના પ્રશ્નો પ્રત્યે ઇટાલિયાનો સંવેદનશીલ અભિગમ સ્પષ્ટપણે ઝળહળતો જોવા મળ્યો છે. તેમણે આમ આદમી પાર્ટી એક માત્ર મજબૂત વિકલ્પ હોવાની ખાતરી આપી હતી. ખાસ કરીને ખેડૂતોના હિત માટેની તેમની વચનબદ્ધતાથી સ્થાનિક જનતામાં તેમના માટે ખાસ લોકપ્રિયતા વધી રહી છે. ગામેગામ “ગોપાલ ઇટાલિયા ડરશે નહીં, જુકશે નહીં, લડશે” અને “ગોપાલ બોલશે, વિધાનસભા ડોલશે” જેવા નારાઓ સાથે જનતામાં એક નવા વિશ્વાસના અને આશાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ પ્રભાવશાળી પ્રચારના પરિણામે વિસાવદર વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે એક મજબૂત અને ઊંડો જનઆધાર બની રહ્યો છે, જે આગામી ચૂંટણીમાં ચોંકવનારા પરિણામો લાવશે.