Kutch : કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી રેલ્વે સ્ટેશનનું 13.64 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.આગામી 22 તારીખે આ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.
મુસાફરોને સુવિધા આપવા અને પ્રાદેશિક સ્ટેશનોમાં વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે સામખિયાલી જંક્શનન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 13.64 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.અપગ્રેડેશનમાં મુસાફરો માટે પ્લેટફોર્મ કવર શેડનું બાંધકામ, પ્લેટફોર્મ કનેક્ટિવિટી સુધારવા હાલના ફૂટ ઓવરબ્રિજનો વિસ્તાર અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુલભતા સુનિશ્ચિત કરવા લિફ્ટની જોગવાઈનો સમાવેશ થાય છે.
સ્ટેશન પર માર્ગદર્શક અને ચેતવણી આપતી ટાઇલ્સ, રેમ્પ, હેન્ડ્રેઇલ અને દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ શૌચાલયો ઉભા કરાયા છે, ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ કરાયું છે અને કચ્છીયત ઝળકી આવે એ માટે વિવિધ સ્થળોએ સુશોભન માટે મડ આર્ટ અને કચ્છી આર્ટ કરવામાં આવી છે.
નવા પ્રવેશદ્વાર સાથે આગળના ભાગમાં કરવામાં આવેલા સુધારા સામખિયાળીની વધતી જતી પ્રસિદ્ધિને પ્રતિબિંબિત કરે છે. મુસાફરોની સુવિધા માટે અને ફૂડ પ્લાઝા ઉમેરવામાં આવ્યા છે, જે સ્ટેશનને વધુ આકર્ષક જાહેર જગ્યામાં ફેરવે છે. તમામ પ્રકારના વાહનો માટે પાર્કિંગ સુવિધાનું નવીનીકરણ અને મુસાફરો અને વાહનોની અવરજવરને સરળ બનાવવા એલિવેટેડ ટ્રાન્ઝિટ એરિયાનું નિર્માણ કરાયું છે.
આ પણ વાંચો..
- મુંબઈમાં મળી 80 લાખ રૂપિયાની વ્હેલની ઉલટી, Gujaratના એક વ્યક્તિની ધરપકડ
- Surat કોર્ટે 7 વર્ષની બાળકીની જૈન દીક્ષા પર લગાવી રોક, પિતાએ દાખલ કરી હતી અરજી
- અમેરિકાના દબાણના કારણે ભારત સરકાર ખેડૂતોની સબસીડીને દિવસેને દિવસે ઘટાડી રહી છે: Isudan Gadhvi
- CM Bhupendra Patel સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત 24મી ડિસેમ્બરે યોજાશે
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ





