Rajkot : ભાયાવદરમાં ગત રાત્રે બસ સ્ટેન્ડની સામે પાનની દુકાન પાસે મિત્રો સાથે બેઠેલા વિરોધપક્ષના નેતા ઉપર ભાજપના આગેવાન અને તેમના મળતીયાઓએ હીંચકારો હુમલો કરતા અફડાતફડી મચી ગઈ હતી તેમજ આજુબાજુની દુકાનોના ટપોટપ શટરો પડી ગયા હતા.ભાયાવદરમાં વિરોધપક્ષના નેતા ઉપર હીંચકારા હુમલાના વિરોધમાં પટેલ સમાજ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમા વેપારીઓ દ્વારા તા.૧૪મીએ બપોર સુધી ગામ બંધ રાખવાનું એલાન કરાયું હતું.

પોલીસ સૂત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી નયનભાઈ જયંતિભાઈ જીવાણીના જણાવ્યા મુજબ તા.૧૨ ના રાત્રિના સવા દસેક વાગ્યાની આસપાસ હું અને સંજયભાઈ પરમાર બંને ભાયાવદર બસ સ્ટેન્ડની સામે આવેલ ક્રિષ્ના પાન નામની દુકાને બાકડા ઉપર બેઠા હતા.

તે દરમ્યાન આશરે ૨૫ થી ૩૦ માણસોનું ટોળુ આવ્યુ હતુ. જેમાંથી જિલ્લા ભાજપના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ગુલાબસિંહ ચુડાસમા તથા તેનો સગો ભાઈ ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ ચુડાસમા તથા ભીખુભા બાબભા ચુડાસમા અને સાથે આવેલ ટોળાએ ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી ઝાપટો મારેલ અને જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી.

સંજયભાઈ, સુરેશભાઈ માકડીયા તથા કારાભાઈ સામાણી વચ્ચે પડીને મને દુકાનમાં અંદર પુરી દઈ શટર પાડી દીધુ હતુ તેમ છતાં આ શખ્સોએ શટર ઊંચું કરી દુકાનની અંદર ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટાફ ત્યાં આવી જતા મને દુકાનની બહાર કાઢયો હતો. મારમારતા દાંત પડી ગયો હતા. સોનાનો ચેઈન ઝપાઝપીમાં ક્યાંક પડી ગયો હતો.

આ બનાવ બનવાનું કારણ એ હતું કે તા.૯ ના રોજ મારો પુત્ર અમન તથા તેનો મિત્ર યોગેશ વિરોજા બંને તેના મિત્રના લગ્નમાં પટેલ સમાજ પાસે ટાકડા ફોડવા બાબતે જાહેરનામાનો ભંગનો ગુનો કર્યો હોવાથી તેમની સામે પોલીસ કાર્યવાહી થઈ હતી.

જેથી આ લોકો મારી વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કર્યા હોય જેથી આ બાબતે મેં સામે મેસેજ દ્વારા સાચી હકીકત જાણો તેવો મેસેજ નાખેલ તેમ છતાં આ શખ્સોએ મારી ઉપર ખાર રાખીને હીંચકારો હુમલો કર્યો હતો.
સામા પક્ષે પણ ૪ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી

જેમાં ફરિયાદી શહેર ભાજપના મહામંત્રી હાર્દિક નરેન્દ્રભાઈ રાવલે જણાવ્યુ કે જેથી ફરિયાદીએ તે મેસેજનો જવાબ કોંગ્રેસ વિરુધ્ધ સોશિયલ મીડિયામાં આપેલ જે બાબતે આરોપી નયનભાઈ જીવાણીને સારું નહીં લાગતા ઝાપટ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા મારા સાહેદ મનહરસિંહ મંગુભા ચુડાસમા છોડવા વચ્ચે પડતા તેમને પણ આરોપીએ હાથમાં બટકું ભરી લીધું હતું.

તેમની સાથે રહેલા આરોપી ગણેશભાઈ ગણેશ પ્રોવીઝન વાળા, ગણેશભાઈના બે ભાઈઓ સુરેશભાઈ અને અતુલભાઈ એ મને ગાળો આપીને એકબીજાની મદદગારી કરેલ હતી. આથી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

આ પણ વાંચો..