Ahmedabad : અમદાવાદના રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મિટર ન લગાવનાર રિક્ષા ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો છે. 28112 રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કારણ કે આ રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું નહોતું.
મિટર ન લગાવનાર રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રિક્ષા ચાલકો પાસેથી કુલ 1.56 કરોડનો દંડ વસુલ કરવામા આવ્યો છે. સાથે જ રિક્ષામા મિટર ન લગાવનારની રિક્ષા પણ આગામી સમયમા ડીટેઈન કરવામા આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2025થી રિક્ષામા મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરવામાં આવ્યુ હતું. તેમ છતાં ઘણા રિક્ષા ચાલકો આ નિમયોનું પાલન કરતા નહોતા તેથી તેમને પોલીસે દંડ ફટકાર્યો છે. અગાઉ રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ સામે આવી હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી હતી અને સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો..
- Gujarat: દ્વારકા જઈ રહેલા ભક્તોને ટ્રકે મારી ટક્કર, ચાર લોકોના મોત અન્ય એક ઘાયલ
- બનાસકાંઠા જિલ્લાના પાલડિયા ગામમાં આદિવાસીઓ પર થયેલી હિંસા અત્યંત શરમજનક :Arvind Kejriwal AAP
- Horoscope: મેષથી મીન રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Sudanમાં આરોગ્ય સુવિધાઓ પર હુમલામાં 1,600 થી વધુ લોકો માર્યા ગયા, WHO એ ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો
- Putin યુક્રેન અને યુરોપને ગંભીર વાટાઘાટોમાં ભાગ નહીં લે તો લશ્કરી બળથી મુક્ત કરવાની ધમકી આપે છે





