Ahmedabad : મેઘાણીનગરમાં રિક્ષાચાલક રોડ પર સ્ટંટ કરી રહ્યો હતો. જેથી પોલીસે તેને ઉભો રાખી સમજાવવા પ્રયત્ન કર્યો હતો. જો કે, શખ્સે કહ્યું હતું કે હું રાવણ છું તુ મારી રિક્ષા કેવી રીતે ઉભી રખાવી શકે તેમ કહી પોલીસ સાથે માથાકૂટ કરીને તેના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. બાદમાં બે મહિલા સહિત ચાર લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ અંગે પોલીસકર્મીએ ચાર લોકો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
મેઘાણીનગર વિસ્તારમાં મયૂરભાઇ સોલંકી હેડ કોન્સ્ટેબલ તરીકે પીસીઆર વાનમાં ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાત્રે 11 વાગ્યે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રીક્ષા ચાલક પોતાની રિક્ષાથી સ્ટંટ કરતો હતો તેથી મયૂરભાઇ તેની પાસે ગયા હતા અને તેની રિક્ષા ઉભી રખાવી હતી. અને ચાલકને તું રિક્ષા કેમ આ રીતે ચલાવે છે. આટલું કહેતા રિક્ષા ચાલકે ઉશ્કેરાઇને તુ મને ઓળખે છે હું રાવણ છું અહીંનો દાદો છું, તુ મારી રિક્ષા કેવી રીતે ઉભી રખાવી શકે. પછી તેણે મારા મારી શરૂ કરી હતી. જો કે, મયૂરભાઇએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. તેણે ફોન કરી તેના પત્ની અને બહેન તથા ભાઇને બોલાવી લીધા હતા.
આ તમામ લોકોએ પોલીસ સાથે માથાકુટ કરી મારા મારી કરીને તમે પોલીસવાળાઓને છોડીશુ નહિ અને જીવવા નહિ દઇએ જ્યાં મળશો ત્યાં મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસ ત્યાં આવી હતી. બીજી તરફ્ પોલીસ આવે તે પહેલાં તેઓ પલાયન થઇ ગયા હતા. આ અંગે મયૂરભાઇએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કાલુ ઉર્ફેરાવણ પટણી, શ્રાવણ પટણી, રાવણની પત્ની અને તેની બહેન સામે સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસવાળાને દોડાવી દોડાવીને મારવાના છે કહ્યું અને…
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઇ દેસાઇ હોમગાર્ડ જવાન તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાત્રે નોકરી પર હાજર હતા ત્યારે શ્રાવણ પટણી આવ્યો હતો તેણે જણાવ્યું હતુ કે, હું રાવણનો ભાઇ છું અમે બધા વિસ્તારના દાદા છીએ. તમે પોલીસવાળા અમારા ધ્યાનમાંજ છો તમને દોડાવી દોડાવી મારવાના છે તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. આ સમયે હોમગાર્ડ જવાનોએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.
જો કે, તેમણે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રસ્તામાં પડેલ પથ્થર અન્ય હોમગાર્ડ જવાન કિર્તિભાઇને માથામાં મારતા તેઓ બેભાન થઇ ગયા હતા. બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે ઇજાગ્રસ્ત કિર્તીભાઇને ગંભીર ઇજા થતા સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે શૈલેષભાઇએ શ્રાવણ પટણી સહિત ત્રણ શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો..
- Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સજ્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં
- લીંબડીમાં કોંગ્રેસ-ભાજપના વર્ષો જુના નેતાઓએ AAPનું ઝાડું પકડ્યું: Raju Karpada
- Anand: પૂર્વ કાઉન્સિલરની હત્યાથી શહેરમાં ખળભળાટ, કારણ અકબંધ
- ગાંધીનગરમાં ઝડપી ગતિએ આવતી BMW કારે બ્યુટિશિયનને કચડી નાખ્યો, ડ્રાઈવરની અટકાયત
- ભાજપના શાસનમાં દુકાન બચાવવા માટે મહિલાએ આત્મહત્યા કરી: AAP