Vadodara : દરજીપુરા વિસ્તારમાં રહેતો અને આરટીઓમાં કોન્ટ્રાક્ટ પર નંબર પ્લેટ લગાડવાનું કામ કરતો યુવક વિતેલા 4 દિવસથી લાપતા છે. રવિવારે મોડી રાત્રે તેની કાર (CAR) અનગઢ પાસેની મહિસાગર નદી (MAHISAGAR RIVER) માંથી રહસ્યમય રીતે તરતી મળી આવી હતી.
કારના એક્સિલરેટર પર મોટો પથ્થર મળી આવતા તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે. અને યુવક લાપતા બનવા અંગેનું રહસ્ય ભારે ઘેરાયું છે. યુવકની કાર દરજીપુરાથી 25 કિમી દુરથી મળી આવી છે. ઘટના બાદ કારને રિકવર કરીને હરણી પોલીસે (HARNI POLICE STATION – VADODARA) તપાસ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કારમાંથી લોહીના નિશાન મળ્યા
વડોદરાના દરજીપુરા વિસ્તારમાં રહેતો દિપેન પટેલ ઘરેથી કાર લઇને નીકળ્યો હતો. રવિવારે મોડી રાત્રે તેની કાર મહિસાગર નદીમાં તરતી મળી આવી હતી. કારને બહાર કાઢતા તેના એક્સિલરેટરને પથ્થરથી દબાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અને તેની નજીકથી એક મોટો પથ્થર મળી આવ્યો હતો. કારમાં લોહીના નિશાન, નંબર પ્લેટનો જથ્થો, કાગળિયા અને ચંપલ પણ મળી આવ્યા છે. જે પોલીસને સુપરત કરવામાં આવ્યા છે.
હત્યા, અપહરણ કે તરકટ સહિતની દિશામાં કડી મેળવવાના પ્રયાસો તેજ
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, 7, મે થી દિપેન ગુમ છે. તેની કાર વડોદરા-હાલોલ ટોલનાકે સીસીટીવીમાં જતી જોવા મળી હતી. હાલ પોલીસે દિપેનની હત્યા, અપહરણ કે તરકટ સહિતની દિશામાં કડી મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. કારને નદીમાં ધકેલતા પહેલા તેની નંબર પ્લેટ અને તેના પરથી દિપેનની દિકરીનું નામ કાઢી લેવાયા હોવાનું ધ્યાને આવ્યું છે.
ઢાળ પરથી એક કાર ફુલ સ્પીડે મહિસાગર નદીમાં ખાબકી
સુત્રોએ ઉમેર્યું કે, રાત્રે 12 – 10 કલાકે આરસીસી રોડના ઢાળ પરથી એક કાર ફુલ સ્પીડે મહિસાગર નદીમાં ખાબકી હતી. જે જોતા જ આસપાસમાં હાજર લોકો તે દિશામાં દોડ્યા હતા. કાર નદીમાં ગયા બાદ પણ ચાલુ હતી. તે સમયે કારમાંથી કોઇનો અવાજ કે કંઇક આવતું ન્હતું, કે કોઇ કારમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય તેમ જણાતું ન્હતું. બાદમાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો..
- ICC એ શ્રીલંકાના કેપ્ટનને દંડ ફટકાર્યો, આ જ કારણસર લેવામાં આવી આ કડક કાર્યવાહી
- Robert Prevost કેથોલિક ચર્ચના નવા પોપ બન્યા, તેમને લીઓ 14 તરીકે ઓળખવામાં આવશે, 2000 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું
- ભારતે Chenab River પર બનેલા સલાલ ડેમનો બીજો દરવાજો ખોલ્યો – જુઓ વીડિયો
- Ricky Ponting ભારત છોડવાનો હતો, યુદ્ધવિરામ પછી તરત જ તેણે આવું કંઈક કર્યું, ખૂબ પ્રશંસા થઈ
- ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે Anupam Kher ભાવુક થયા, વિદેશ જતા પહેલા શેર કર્યો વીડિયો, કહ્યું- ‘મારું હૃદય થોડું ભારે છે…’