ઉનાળાની ગરમીમાં અંજીરનુ શરબત શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે.
ગરમીના પ્રકોપ અને સૂર્યપ્રકાશથી થતા ડિહાઇડ્રેશનને અંજીરનો રસ દૂર કરીને શરીરને ઠંડક આપે છે.
તે થાક અને શારીરિક નબળાઈ દૂર કરીને શરીરને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે, કુદરતી ટોનિક તરીકે કામ કરે છે.
અંજીરમાં વિટામિન A, E અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ઉનાળામાં થતા સનબર્ન, ટેનિંગ અને પિગમેન્ટેશનથી રાહત આપે છે.
અંજીરનો રસ ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
આયર્ન, વિટામિન એ, વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે એનિમિયાની સમસ્યામાં રાહત આપે છે.
કેલ્શિયમ અને ફોસ્ફરસની હાજરીને કારણે ઉનાળામાં અંજીરનો રસ પીવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે.