Jamnagar : જામનગરની ભાગોળે ઠેબા રોડ પર આજે સવારે માર્ગ ઉપર બંધ પડેલા ટ્રકની સાથે જી.જે. 10 સી.એન. 8900 નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. જે કારની ટક્કર એટલી જોરદાર હતી, કે કાર પડીકું વળી ને ટ્રકની પાછળની બોડી માં ઘૂસી ગઈ હતી, અને કારનો ભૂકકો બોલી ગયો હતો.
જે અકસ્માતમાં કાર ના ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો. જેને આસપાસના વિસ્તારના લોકોએ એકત્ર થઈને બહાર કાઢી લીધો હતો, અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.
ઉપરોક્ત અકસ્માતના બનાવની જાણ થતાં પંચ કોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Japan: જાપાન હવાથી સમુદ્ર સુધી દરેક જગ્યાએ ડ્રોન ઉતારશે, જે સૌથી મોટો સંરક્ષણ ખર્ચ કરશે
- તહેવારોની સિઝન માટે ઉધનાથી માલદા ટાઉન સહિત બે સ્પેશિયલ ટ્રેનો દોડશે, 30 ઓગસ્ટથી બુકિંગ શરૂ
- Trump: ટ્રમ્પ ટેરિફને કારણે ભારતને ₹52 લાખ કરોડનું નુકસાન થશે, આ અનુભવીએ ચેતવણી આપી હતી
- અમદાવાદ: સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડની ઠગાઈ કરનાર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
- Uttarakhand: ફરી વાદળ ફાટ્યું, રુદ્રપ્રયાગ અને ચમોલીમાં પૂર, ભારે વિનાશ