India Pakistan War : કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલ તેમજ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો તેમજ ચૂંટાયેલા વિવિધ પદાધિકારીઓની હાજરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો સાથે બેઠક યોજવામાં આવી હતી. દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને જ્યારે પણ બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે વિલંબ કર્યા વિના તમામ લાઈટો બંધ કરવા જિલ્લા કલેક્ટરે સંસ્થાઓ, સંગઠનોના માધ્યમથી નાગરિકોને અપીલ કરી હતી.
આવી કોઈપણ પરિસ્થિતિને વહેલીતકે પહોંચી શકાય તે માટે તમામ સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને ખાતરી આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સૂચના આપવામાં આવે ત્યારે જ નહીં પણ નિયમિત રીતે સ્વયંભૂ બ્લેકઆઉટ પાળીને વહીવટીતંત્ર અને દેશના સંરક્ષણદળોને સહયોગ આપશે. આમ, વિવિધ સેવાભાવી, અગ્રણી સામાજિક અને અગ્રણી સંસ્થાઓએ કચ્છ જિલ્લામાં સ્વયંભૂ જ બ્લેકઆઉટ કરીને વહીવટીતંત્રને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રભારી સચિવ હર્ષદ પટેલ, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યઓએ તમામ સંસ્થાઓ/સંગઠનના લોકોની સાથે રહીને સ્વયંભૂ બ્લેકઆઉટના નિર્ણયને બિરદાવ્યો હતો. આ બેઠકમાં સાસંદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વે કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, વિવિધ સામાજિક-શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનના પ્રમુખઓ તેમજ પ્રતિનિધિઓ, નગરપાલિકાના પ્રમુખઓએ દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંજના સમયથી સવાર સુધી સ્વયંભૂ બ્લેકઆઉટ તેમજ રક્તદાન, ફૂડ અને પાણી જેવી વ્યવસ્થાઓમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અધિક નિવાસી કલેક્ટર ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સંગઠનોના પ્રમુખ, પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો..
- સુરત-મુંબઈ પશ્ચિમ એક્સપ્રેસમાં રિશ્વત લેતા TTEની ધરપકડ, રેલવેમાં હડકંપ
- Gujarat: જસ્ટિસ સંદીપ ભટ્ટના પ્રસ્તાવિત ટ્રાન્સફર અંગે ગુજરાત હાઇકોર્ટના વકીલો CJI ને મળ્યા
- Surat: પાટીદાર શિક્ષિકાના આત્મહત્યા કાંડમાં વળાંક, FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
- Gujarat માં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૮૬,૪૧૮ કરોડના મૂડી રોકાણ સાથે ૩.૯૮ લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન
- Bhuj: સંસ્કાર કોલેજ ગેટ પાસે છરીકાંડ, વિદ્યાર્થિનીનું મોત, યુવક ગંભીર ઇજાગ્રસ્ત