Operation Sindoor : કચ્છ પર પાકિસ્તાને હુમલો કર્યો છે પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. ગુરુવારે(8 એપ્રિલ વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી.

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પડાયું હતું. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી.કચ્છ-પાકિસ્તાન સરહદ પર તણાવ વધતા કચ્છના નારયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં અનિશ્ચિતકાળ માટે માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.કચ્છના જખૌ, નારાયણ સરોવર અને લખપતના દરિયામાં માછીમારી પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કચ્છ જિલ્લાના 3 મતસ્ય બંદર અેન ઉતરાણ કેન્દ્ર નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃતિઓ પર તાત્કાલીક અસરથી આગામી આદેશ ન મળે ત્યાં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પાકિસ્તાનનો હુમલો અને ભારતના જવાબને 2 મુદ્દાઓમાં સમજો ભારતીય સેનાએ પહેલાંથી જ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તૈનાત કરી રાખી છે, જેવો જ કોઈ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો.આ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવવા માટે હેરપા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ભારતની કાર્યવાહી પાકિસ્તાન જેટલી જ ઝડપે અને તે જ વિસ્તારમાં કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લાહોર, સિયાલકોટ, કરાચીમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કરવામાં આવ્યો હતો.ભારતે લાહોર સ્થિત વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. આ દરમિયાન, પાકિસ્તાન નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કરી રહ્યું છે. આમાં, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર શેલિંગ અને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો..