ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય Umesh Makwanaએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને 100 જેટલા આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઉમદા કામગીરી બદલ હું ભારતીય સેનાને, તમામ જવાનોને અભિનંદન પાઠવું છું અને આ નિર્ણય લેવા બદલ કેન્દ્ર સરકારને પણ અભિનંદન પાઠવું છું. આપણે જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાન વારંવાર આતંકી હુમલાઓ કરીને યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરે છે. જેને પગલે મેં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે.

Umesh Makwanaએ આ પત્રમાં મેં જણાવ્યું હતું કે હાલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જે રીતે દુશ્મન દેશ પાકિસ્તાન, ચીન વગેરે દ્વારા આપણા દેશના વિવિધ રાજ્યોમાં આતંકવાદી દ્વારા હુમલાઓ વારંવાર કરવામાં આવી રહ્યાં છે. દેશવાસીઓનો ભોગ લઇ રહ્યા છે અને જવાનો શહીદ થઇ રહ્યા છે. આવી રીતે દુશ્મન દેશોની હરકતો જોતા એવું લાગી રહ્યું છે પાકિસ્તાન, ચીન જેવા દુશ્મન દેશ દ્વારા ભારત પર પરમાણું બોમ્બથી હુમલો કરવામાં આવે કે હવાઈ હુમલો કરવામાં આવે તો દેશના અને ગુજરાતના નાગરિકોને બચાવવાની પ્રથમ પ્રાથમિકતા રહેતી હોવાથી તાત્કાલિક યુદ્ધના ધોરણે દરેક નાગરિકોને બચાવવા માટે દરેક મહાનગરો, જીલ્લાઓ તાલુકા મથકો ઉપર અણુબોમ્બની અસર ન થઇ શકે તેવા બંકરો બનાવવામાં આવે અને ઇઝરાઈલની જેમ ગુજરાતમાં પણ દરેક બાળકોને ફરજીયાત ૨ વર્ષની લશ્કરી તાલીમ આપવામાં આવે તેવી મારી વિનંતી સહ ભલામણ છે.