GSEB Result Declare: Gujarat સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ (GSEB ) દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે 8 મે ગુરુવારે પરિણામ જાહેર કરાયું છે. જે 83.08 ટકા છે. મહેસાણા જિલ્લાના કાંસા અને ભાવનગર જિલ્લાના ભોળાદ કેન્દ્ર 99.11 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે છે.
આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જ્યારે કે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.27 ટકા રહ્યું છે. આ વખતે ગત વર્ષ કરતાં 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે.
વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમનું પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે પોતાના સીટ નંબરની વિગત વેબસાઇટ પર એન્ટર કરવાની રહેશે.
27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 વચ્ચે GSEBની SSCની પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં કુલ 989 સુપરવિઝન ઝોનમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.
10 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2025 વચ્ચે વિજ્ઞાન જેવા વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ હતી. કુલ 7.06 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા હતા જેમાંથી 6.99 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
2024માં પણ 7.06 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર થયા હતા જેમાંથી 6.99 લાખે પરીક્ષા આપી હતી અને 5.77 લાખ વિદ્યાર્થીઓ તેમાં પાસ થયા હતા.
2024માં ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું એકંદર પરિણામ 82.56 ટકા આવ્યું હતું. ગયા વર્ષે છોકરીઓએ વધુ સારો દેખાવ કર્યો હતો અને 86.69 ટકા છોકરીઓ પરીક્ષામાં પાસ થઈ હતી જ્યારે 79 ટકા છોકરા પાસ થયા હતા.
આ વર્ષે પણ આવો જ ટ્રેન્ડ જળવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા જરૂરી છે.