Operation Sindoor : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જવાબ આપી દીધો છે. આ હુમલા બાદ દેશમાં કેટલીક જગ્યાઓ પર એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના કચ્છમાં એલર્ટ અપાયું છે.રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ છે.
કચ્છમાં એલર્ટ આપી દેવાયું
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં કચ્છ બોર્ડર પર એલર્ટ આપી દેવાયું છે. ભુજ એરપોર્ટ બંધ કરાયું છે અને ત્યાંથી તમામ ફ્લાઈટ પણ રદ કરાઈ છે. ભારતે કરેલી એર સ્ટ્રાઈક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ અને મુંબઈની ફ્લાઈટ પણ રદ કરાઈ છે. રાજ્યના એરફોર્સ બેઝ અને સીમાઓ પર સેના એલર્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટ એરપોર્ટ પર પણ વિમાનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ ત્રણ દિવસ બંધ કરી દેવાયું છે. સિવીલિયન ફલાઇટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ થાય. કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે
એકપણ આતંકી જીવતો ન રહેવો જોઈએ
આ એર સ્ટ્રાઈક બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ લોકોમાં ખુશી જોવા મળી છે. લોકોએ કહ્યું હતુ કે, સેનાએ એર સ્ટ્રાઈકથી પાક.ને જડબાતોડ જવાબ આપ્યો છે. PM મોદીએ સાચા અર્થમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એકપણ આતંકી જીવતો ન રહેવો જોઈએ. સુરતમાં પણ ઈન્ડિયન આર્મી ઝિંદાબાદના નારા લાગ્યા હતાં. લોકોએ એવું પણ કહ્યું હતું કે, ભારતીય મહિલાઓના સિંદૂર ઉજાડનારને જવાબ મળ્યો છે. લોકો ત્રણેય સેનાની કામગીરીને સલામ કરી રહ્યાં છે.
આ પણ વાંચો..
- Ahmedabad: અમદાવાદની તાજ સ્કાયલાઇનને પાકિસ્તાની નંબર પરથી બોમ્બની ધમકી મળી, કોઈ વિસ્ફોટક મળ્યો નહીં
- ‘Operation sindoor હજુ પણ ચાલુ છે’, પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક વચ્ચે વાયુસેનાનું મોટું નિવેદન
- આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ: Gujaratની નમો શ્રી યોજનાથી 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય
- Trump: ‘હવે કાશ્મીરનો ઉકેલ પણ શોધી શકાય છે…’, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ટ્રમ્પે નવો દાવો કર્યો
- PM Modi ની મોટી બેઠક, ત્રણેય સેના પ્રમુખો સાથે CDS અને NSA પણ હાજર રહ્યા