Operation sindoor : ભારતે ગત મોડી રાત્રે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી યુદ્ધનો માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં પણ તેના તકેદારીરૂપે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આજે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પહલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતમાં જે રીતે બેઠકો અને એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યા હતા તે પ્રમાણે ભારત પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોનો સફાયો કરે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આ હુમલો ક્યારે અને કેવા પ્રકારનો હશે? તે કોઈને સ્પષ્ટ ન હતું. આ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન ખાતે આવેલ આતંકવાદી કેમ્પોનો સફાયો કરવાના હેતુસર એર સ્ટ્રાઈક કર્યો છે. આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલા સાથે તેને નષ્ટ કરાયા છે.
ભારતે કરેલા હુમલા બાદ શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું શરું કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટાફ સવારથી રાજમાર્ગો પર જોવા મળ્યો હતો. તો બીજી તરફ કેટલીક જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકી બંદોબસ્ત રાખ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજાગ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વચ્ચે રેલવે સ્ટેશન, એસટી ડેપો વગેરે જેવા ભીડભાડવાળા સ્થળો પર પણ પોલીસનો કાફલો વધારી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો..
- પંજાબની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોને, ભાગિયાઓને અને ખેતમજૂરોને વળતર ચૂકવે: Gopal Italia
- ગાંધીનગરમાં લાયન્સ ઇન્ટરનેશનલના ISAME-2025 ફોરમનો પ્રારંભ કરાવતા CM Bhupendra Patel
- Horoscope: મેષથી મીન રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- PM Modi ને ઇથોપિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, “ગ્રેટ ઓનર નિશાન” પ્રાપ્ત થયો, એમ કહીને કે તે ૧.૪ અબજ લોકોના સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.
- ઇઝરાયલ પહોંચેલા S Jaishankar એ સિડની હુમલાની નિંદા કરી અને આતંકવાદ પર એક મોટું નિવેદન આપ્યું.





